Kutch Kanoon And Crime
BhachauBreaking NewsCrimeGujaratKutch

ભચાઉ પોલીસને ઘરફોડ ચોરીના ગુનામાં મોટી સફળતા : અમરેલી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે બે આરોપીઓનો કબજો મેળવ્યો

કચ્છ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા તેમજ અગાઉ નોંધાયેલા અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત ભચાઉ પોલીસને સફળતા મળી છે. ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓનો અમરેલી જિલ્લા જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબની સૂચના અને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અનડીટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ સ્ટાફને સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને ભચાઉ પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 331(4), 305(A) અને 54 મુજબ નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની ઓળખ કરી અમરેલી જિલ્લા જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે તેમનો કબજો મેળવવામાં આવ્યો હતો.

પકડાયેલા આરોપીઓ…

1. વિપુલ વલ્લભભાઈ કાવઠીયા (દેવીપૂજક), ઉંમર 27 વર્ષ, રહે. જેતપુર, દેરડીધાર, સરકારી આવાસ યોજના, મકાન નં. 502, જિલ્લો રાજકોટ.
2. મુકેશ કૌશિકભાઈ ઓગણીયા (દેવીપૂજક), ઉંમર 36 વર્ષ, રહે. વાવ ગામ, તાલુકો કામરેજ, જિલ્લો સુરત.

આ સમગ્ર કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

પ્રકાશિત : નીતેશ ગોર

Related posts

અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગના સઘન પ્રયત્નોથી ગાંધીધામનો યુવાન નાજુક હાલતમાથી બહાર

Kutch Kanoon And Crime

અબડાસાના મુઠીયાર ગામના ક્ષત્રિય પરિવારને રૂપિયા ૧ થી ૧૦ લાખની લાલચ સાથે ધર્મ પરિવર્તન કરવા અજ્ઞાત વ્યક્તિ દ્વારા પત્ર પાઠવાયો

Kutch Kanoon And Crime

જી.કે.જનરલ અદાણી હોસ્પિતલમાં બાળક બદલાઈ જવાની ઘટનાની તપાસ માટે આદેશ અપાયા

Kutch Kanoon And Crime

Leave a comment