Kutch Kanoon And Crime
GujaratKutchSpecial Story

ભુજમાં મહિલાઓ માટે ક્રિશિવ ફાઉન્ડેશન, પ્રેરણા મહિલા મંડળ અને ‘મિલે સુર હમારા’ના સંયુક્ત સહયોગથી સંગીત સંધ્યા યોજાઈ…

(ભુજ, તા. ૨૪) ભુજ હાર્ટ ખાતે મહિલાઓ માટે સંગીતમય સાંજ ‘સંગીત સંધ્યા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિશિવ ફાઉન્ડેશનનાં પ્રમુખ નયનાબેન ગોસ્વામી, પ્રેરણા મહિલા મંડળનાં વંદનાબેન ભાવસાર તથા ‘મિલે સુર હમારા’ કરાઓકે સંસ્થાનાં પૂજાબેન અયાચીના સંયુક્ત સહયોગથી ગુરુવારે સાંજે ૫:૩૦ કલાકે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે શીતલભાઈ શાહ, કમલભાઈ ગઢવી, પ્રબોધભાઈ મુનવાર, ગીતાબેન પટેલ, બેલાબેન મહેતા, ગોદાવરીબેન ઠક્કર, રચનાબેન શાહ, ધર્મેશભાઈ ગોર સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. બાદમાં સંગીતપ્રેમીઓએ વિવિધ ગીતોની કરાઓકે સાથે રજૂઆત કરી સંગીતમય માહોલ સર્જ્યો હતો.  

મહિલાઓએ સંગીત સાથે આનંદ અને ઉલ્લાસની પળો માણી હતી. આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે, સંગીત મનને પ્રસન્નતા અને ઉર્જાથી ભરી દે છે. સંગીતપ્રેમીઓ માટે આવા કાર્યક્રમો માત્ર મનોરંજન પૂરતા મર્યાદિત ન રહેતા મનની શાંતિ, આનંદ અને ઉત્સાહ વધારવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સંગીત જીવન માટે એક પ્રકારનું ‘હેલ્થ ટોનિક’ સાબિત થાય છે તેવો ભાવ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અહેવાલ પ્રતિનિધિ જૈમિની ગોર ભુજ દ્વારા

Related posts

ગઢશીશાની બજારો સાંજે 6 વાગ્યા પછી બંધનો નિર્ણય

જૈન આશ્રમ માંડવીના વડીલોને 22/10 રવિવારના મહેરામણની સહેલગાહે લઈ જવાશે

Kutch Kanoon And Crime

નલિયામાં આખલાઓની લડાઈમાં એક વૃદ્ધ ઘાયલ….

Leave a comment