Kutch Kanoon And Crime
BhujGujaratKutchSpecial Story

કચ્છી રાજ્યગોર મહિલા મંડળની અનોખી પહેલ… રંગોળી, ગરબા શણગાર અને સોળ શણગાર હરીફાઈ યોજાઈ…

શ્રી અખિલ કચ્છી રાજ્યગોર મહિલા મંડળ દ્વારા બ્રહ્મ સમાજની બહેનોમાં રહેલી સર્જનાત્મકતા અને કલાત્મક પ્રતિભાને પ્રોત્સાહન મળે તે હેતુથી વિવિધ હરીફાઈઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રંગોળી હરીફાઈ, સ્થળ પર ગરબા શણગાર હરીફાઈ તેમજ સોળ શણગાર હરીફાઈ યોજાઈ હતી. આ વિવિધ સ્પર્ધાઓમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન બહેનોએ પોતાની કલાત્મક કુશળતા અને સર્જનાત્મકતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.

વિવિધ હરીફાઈઓમાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામોના દાતા તરીકે ઇન્નરવ્હીલ ક્લબ ઓફ માધાપર લોટસનો સહયોગ મળ્યો હતો. શ્રી અખિલ કચ્છી રાજ્યગોર મહિલા મંડળ દ્વારા સમાજની બહેનોના ઉત્થાન અને તેમની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે સમયાંતરે વિવિધ પ્રોજેક્ટ અને પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. તાજેતરમાં જન્માષ્ટમી નિમિત્તે રાધા-કૃષ્ણ, હરિભાઈ અને યશોદા-કૃષ્ણની વેશભૂષા હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજની બહેનો માટે નિબંધ હરીફાઈનું આયોજન કરાયું હતું, જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ પશ્ચિમ ઝોન મહિલા પાંખ પણ સહભાગી બની હતી. શ્રાવણ માસ દરમિયાન મહિમ્ન સ્તોત્રનું આયોજન તેમજ ગણપતિ ઉત્સવના દિવસે ગણપતિની મૂર્તિ બનાવવાના વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા મંડળનો મુખ્ય ઉદ્દેશ સમાજની બહેનોને તેમની નાની-નાની કલાઓ અને આવડતને રોજગારના સાધન તરીકે વિકસાવવાની તક આપવાનો છે. મહિલાઓ પોતાની કળા દ્વારા આત્મનિર્ભર બને અને જીવનમાં આગળ વધે તેવા સારા હેતુ સાથે મંડળ સતત વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. અંતમાં મંડળના પ્રમુખ કૃપા રસિકલાલ નાકર દ્વારા હરીફાઈમાં ભાગ લેનાર તમામ બહેનો, ઇનામના દાતાઓ તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરનાર મંડળના તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અહેવાલ પ્રતિનિધિ જૈમિની ગોર ભુજ

Related posts

અંબાજી મહા મેળામાં બનાસકાંઠા પોલીસની સરાહનીય સેવા…

Kutch Kanoon And Crime

BJP પરષોત્તમ રૂપાલાથી આટલી શા માટે ડરે છે..!? : જાણો કારણો…

Kutch Kanoon And Crime

મુન્દ્રા ખાતે હરતી ફરતી કારમાં IPL પર સટ્ટો રમાડતો શેખડિયાનો યુવાન ઝડપાયો

Kutch Kanoon And Crime

Leave a comment