Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutch

ભુજ કોર્ટે ‘લવ જેહાદ’ કેસમાં ઐતિહાસિક ચુકાદો : મુખ્ય આરોપીને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારાઈ…

કચ્છના ભુજ સ્થિત સ્પેશિયલ જજ જે. એ. ઠક્કરની અદાલતે મોબાઈલ ગેમિંગ એપ મારફતે ઓળખ છુપાવી હિન્દુ સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ, ધર્માંતરણ માટે દબાણ અને સોશિયલ મીડિયા દ્વારા બ્લેકમેઇલ કરવાના અત્યંત ગંભીર કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી જિયાદ ઉર્ફે જીગર ઉર્ફે સમીર લતીફ શેખને દોષિત ઠેરવી અંતિમ શ્વાસ સુધીની સખત આજીવન કેદ તેમજ કુલ રૂપિયા 2 લાખનો દંડ ફટકાર્યો છે. પ્રોસિક્યુશન મુજબ આરોપીએ ત્રણ વર્ષ અગાઉ ‘Free Fire Max’ ગેમમાં પોતાની ઓળખ અને ધર્મ છુપાવી ‘જીગર’ નામથી ફેક આઈડી બનાવી સગીર યુવતી સાથે મિત્રતા કેળવી હતી. લગ્નની લાલચ આપી તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા, બાદમાં ગુપ્ત રીતે ફોટા લઈ તેને વાયરલ કરવાની ધમકી આપી ફરી દુષ્કર્મ આચર્યું અને મુસ્લિમ ધર્મ સ્વીકારી નિકાહ કરવા દબાણ કર્યું. યુવતીએ ઇનકાર કરતાં આરોપીએ ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા, જેના કારણે તેની સગાઈ પણ તૂટી ગઈ હતી. આ કેસમાં સાયબર પોલીસ દ્વારા IPC, POCSO Act, Atrocities Act, ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ-2021 અને IT Act હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ પ્રોસીક્યુશન તરફે ધારદાર દલીલો, મજબૂત તપાસ, 45 દસ્તાવેજી પુરાવા અને 16 સાક્ષીઓના આધારે કોર્ટે મુખ્ય આરોપીને કડક સજા ફટકારી. સાથે જ પીડિતાને રૂપિયા 4 લાખ વળતર આપવા DLSAને ભલામણ કરી અને CWC તથા DCPUને તેના શિક્ષણ અને પુનર્વસન માટે જરૂરી સહાય કરવાનો આદેશ કર્યો છે. ચુકાદામાં કોર્ટે નોંધ્યું કે આવા ગુનાઓ સમાજ, દેશ અને તમામ ધર્મો માટે ગંભીર જોખમરૂપ છે અને આવા કૃત્યો સામે કડક કાર્યવાહી અનિવાર્ય છે. સમગ્ર કચ્છ સહિત ગુજરાતભરમાં ચકચાર મચાવનાર આ કેસમાં આરોપીને અંતિમ શ્વાસ સુધી સજા ફટકારી છે.

પ્રકાશિત નીતેશ ગોર ભુજ 

Related posts

ભુજ તાલુકાના નાના વરનોરામાંથી ગેરકાયદેસર કતલખાનું પકડી પાડતી બી/ડીવીઝન પોલીસ

Kutch Kanoon And Crime

28 જુલાઈ ‘વિશ્વ હીપેટાઈટીસ દિવસ’ ઉજવણી કરાઇ

6,32,300/-ના મુદામાલ સાથે દારૂ પકડી પાડતી અંજાર પોલીસ

Kutch Kanoon And Crime

Leave a comment