Kutch Kanoon And Crime
Breaking NewsSpecial Story

દુબઈથી ઇઝરાયેલના પાટનગર તેલ અવીવ જઈ રહેલ ફ્લાઇટ દુબઈના 176 મુસાફરો સાથેના (FZ1073) વિમાનને ક્રેસ કરવાના નાપાક પ્રયાસની ઘટના પાછળ ભારત-ઇઝરાયેલ સંબંધો બગાડવાના ઇરાદાની આશંકા…!

તાજેતરમાં દુબઈથી ઇઝરાયેલના પાટનગર તેલ અવીવ જઈ રહેલ ફ્લાઈ દુબઈના 176 મુસાફરો સાથેના વિમાનમાં ભારતીય પાયલોટ સ્મિત મચ્છર પર કો-પાયલોટ હમામ અલ-હમામી દ્વારા એકાએક છરીથી હુમલો કરી દેવાની ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. ઘટના બન્યાના 58 કલાક બાદ આરોપી શકમંદ હમામ અલ-હમામીની ઓળખ થઈ છે.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હમામ અલ-હમામીને યુ.એસ.એજન્સીને સોંપવામાં આવ્યો છે જેના દ્વારા તેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાય છે. સંભવત 9/11 જેવા હુમલાની સાજીસ હોવાના પ્રાથમિક તબક્કે અણસાર મળ્યા છે. દરમિયાન આરોપી અંગેની પ્રાથમિક વિગતોમાં આરોપી કેટલાક મહિના સુધી સિરિયામાં રહ્યો હોવાની અને ત્યાંના કટરપંથીઓના સંપર્કમાં આવ્યાની આશંકા છે જે વિમાનમાં આ ઘટના બની તે વિમાનમાં 176 મુસાફરો હતા એ પૈકી મોટાભાગના ઇઝરાયેલી હતા. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આરોપી હમામ અલ-હમામીને આ તકનો લાભ લઇ તેને ટ્રેન કરીને તેમાં મોકલાયો હોવાની આશંકા દર્શાવાય છે. જેમાં મોટાભાગના ઇઝરાયેલી નાગરિકો હોવાથી અને વિમાનનો પાયલોટ કેમ્પટન ભારતીય હોવાથી સાજીસ પ્રમાણે પાયલોટ પર હુમલો કરી વિમાન ક્રેશ કરી દેવાનું હતું. જેથી વિમાનમાં સવાર તમામ મુસાફરો, ક્રૂ મેમ્બર્સ અને પાયલોટ સહિત બધા જ મૃત્યુ પામે એટલે સત્ય હકીકત બહાર આવી શકે નહીં અને આ વિમાનમાં ભારતીય પાયલોટ કેપ્ટન હોવાથી દોસનો ટોપલો ભારતીય ઉપર આવે અને ઇઝરાયેલ તથા ભારતના સંબંધો બગડે તેવી એક સાજીસ હોવાની શક્યતા (આશંકા) પણ નકરાતી નથી. જોકે આ બાબતે હજુ ચિત્ર સ્પષ્ટ થયું નથી, પરંતુ નાપાક સંગઠનો દ્વારા આ સાજીસ હોવાના અણસાર મળી રહ્યા છે ત્યારે આ તપાસમાં ભારતીય એજન્સીઓએ પણ જોડાવાની જરૂર છે જેથી નાપાક તાકાતોની સત્ય હકીકત સામે આવે. જાણવા મળતી વિગતોના આધારે ઓમાન એરલાઇન્સે જેને ઉડાન ભરવા પર પ્રતિબંધિત કર્યો હતો તે અલ-હમામીને Flydubai માં નોકરી પર રાખ્યો અને તેને UAE અને ઇઝરાયલને જોડતા સંવેદનશીલ રૂટ પર ઉડાન ભરવાની મંજૂરી આપી દીધી હતી.

નોંધનીય છે કે આ વિમાનમાં રહેલા પાયલોટ સ્મિત મચ્છર ઘાયલ થવા છતાં વિમાનને હેમખેમ ઉતારી 176 જિંદગીઓ બચાવી લીધી છે. એ પણ નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્મિત મચ્છર સાથે વિડિઓ કોલમાં હલચલ પૂછી તેની બહાદુરીની પ્રશંસા કરી હતી તેમજ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ ભારતીય પાયલોટની પ્રશંસા કરીને એક વિડીયો સંદેશમાં સ્પષ્ટ હુંકાર કર્યો છે કે આ આતંકી વિચારધારા ધરાવતા કો-પાયલોટને જેણે મોકલ્યો હશે તેને છોડવામા આવશે નહીં.

પ્રકાશિત નીતેશ ગોર – 9825842334

Related posts

ભુજ ખાતે એરફોર્સના કર્મચારીએ પોતાની જ રાયફલથી આત્મહત્યા કરી લેતા ખળભળાટ..!

Kutch Kanoon And Crime

માંડવી તાલુકાના પીપરી ગામેથી રૂપિયા 1.65 લાખના દાગીનાની ચોરી કરનાર ગણતરીના સમયમાં ઝડપાયો

Kutch Kanoon And Crime

અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઇ ભાનુશાળીની હત્યાના આરોપી પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને છ દિવસના જામીન મળ્યા.

Kutch Kanoon And Crime

Leave a comment