Kutch Kanoon And Crime
BhujCrimeGujaratKutch

ભુજમાં બાંધણીની સાડીની ચોરીના ગુનામાં એક આરોપી ઝડપી પાડ્યો…

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા ઇ.નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.જે. ક્રિશ્ચિયન સાહેબ ભુજ વિભાગ ભુજનાઓ દ્વારા મિલકત સંબંધી બનાવો ન બને તે માટે તકેદારી રાખવા તેમજ અન ડીટેક્ટ મિલકત સંબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સારૂ જરૂરી સુચના આપેલ હોય. જે અન્વયે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના એ પાર્ટ ગુ.૨.નં.૨૮૫/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪), મુજબનો ગુનો તા.૧૪/૦૩/૨૦૨૬ ના મોડી રાત્રે દાખલ થયેલ જે અનવ્યે પો.ઇન્સ. ડી.ડી.શિમ્પી સાહેબ દ્વારા ગુનો આચરનાર આરોપી તથા ચોરી થયેલ મુદ્દામાલ શોધી કાઢવા સર્વેલન્સ ટીમને જરૂરી માર્ગદર્શન આપેલ જે અનવ્યે પો.કોન્સ. શ્યામ વી. ગઢવી તથા પો.હેડ કોન્સ. નરેન્દ્રસિંહ પી. જાડેજા તથા પો.હેડ કોન્સ. ભરતભાઇ કે. માજીરાણા નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી ગણતરીના કલાકોમાં સદરહુ ગુના કામે આરોપીને મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવેલ છે. અને આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી સાઇમ હનીફ ખત્રી ઉ.વ.૨૨ રહે.કે.જી.એન નગર, મુસ્લીમ સ્કુલ ચાર રસ્તા નજીક ભુજ-કચ્છ તેની પાસેથી રીકવર કરેલ મુદામાલમાં બાંધણી સાડી નંગ-૭ તથા બાંધણી દુપટ્ટા નંગ-૦૮ કિ.રૂ-૩૫૦૦૦/- કબ્જે કરવામાં આવ્યું છે. આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓમ પો.ઇન્સ. ડી.ડી. શિમ્પી સાહેબ ભુજ શહેર બી/ડીવીઝન પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઈન્સ એમ.એચ.પટેલ તથા પો.હેડ કોન્સ. અરવિંદભાઇ ડી.વણકર, તથા ભરતભાઇ કે. માજીરાણા તથા નરેન્દ્રસિંહ પી.જાડેજા તથા પો.કોન્સ. શ્યામ વિશ્રામ ગઢવી એ રીતેના પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

પ્રકાશિત – 9825842334

Related posts

ભુજ તાલુકાના નાના વરનોરામાંથી ગેરકાયદેસર કતલખાનું પકડી પાડતી બી/ડીવીઝન પોલીસ

Kutch Kanoon And Crime

ક્ચ્છ મોરબીના સાંસદના ભાણેજની હત્યા કે પછી આત્મઘાતી પગલું..?

Kutch Kanoon And Crime

ભુજમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્ત શિબિર-2નું સફળ આયોજન…

Kutch Kanoon And Crime

Leave a comment