Kutch Kanoon And Crime
Breaking NewsCrimeKutchMundraOther

મુન્દ્રામાંથી બોગસ ડોકટર ઝડપાયો…

મુંદરા વિસ્તારમાં ડોક્ટરની ડીગ્રી વગર પ્રેક્ટીસ કરતા ઇસમોને શોધી કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડિયા, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા પશ્ચિમ કચ્છ- ભુજ તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી ગૌતમ વિવેકાનંદન મુંદરા વિભાગ મુંદરા દ્વારા સુચનાના પગલે મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એસ.એમ.રાણા તથા પો.સબ ઇન્સ. એન.પી.ગોસ્વામી નાઓએ પો.સ્ટે વિસ્તારમા આવી થતી પ્રવૃતિ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ. જે અન્વયે મુંદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કાર્મચારીઓ કાર્યરતા હતા. તે દરમ્યાન પો.હેડ કોન્સ. પૃથ્વીરાજ એસ.ગઢવી તથા આલાભાઇ જે. રબારીને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, અદાણી વિલમાર કંપની સામે આવેલ જનતા ક્લિનીક લખેલ દવાખાનામાં એક ઇસમ ડોકટરની ડીગ્રી ના હોવા છતા મેડીકલ પ્રેકટીસ કરે છે. જે બાતમી હકીકત આધારે તાલુકા હેલ્થ ઓફીસરશ્રી મુંદરા નાઓને સાથે રાખી રેઇડ કરતા એક ઇસમ ડોક્ટરની ડીગ્રી વગર એલોપેથીક દવાઓનો ઉપયોગ કરી પ્રેક્ટીસ કરતો હોવાનુ જણાઈ આવતા મજકુર ઇસમને દવાઓ, ઈન્જેક્શનો તથા દવાખાનાના સાધનો સાથે પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. મુન્દ્રા પોલીસે શ્રવન કજોડમલ યાદવ ઉ.વ.૨૫ ધંધો ડોકટર પ્રેક્ટીસ રહે-મુળ ગામ જાલસુ થાના જાલસુ તા.આમેર જી.જયપુર રાજસ્થાન હાલે રહે, જનતા ક્લીનીક અદાણી વિલ્માર કંપની સામે મુંદરાવાળાને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેના કબ્જામાંથી એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો એમ કુલ્લ કિંમત રૂપીયા ૨૪,૪૭૪.૪/- રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓમાં પો.ઇન્સ. એસ.એમ.રાણા સાહેબ તથા પો.સબ ઇન્સ. એન.પી.ગોસ્વામીની સુચનાથી પો.હેડ કોન્સ. પૃથ્વીરાજ એસ.ગઢવી તથા આલાભાઇ જે.રબારી તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ જોડાયેલ હતા.

અહેવાલ પ્રતિનિધિ : સમીર ગોર મુન્દ્રા

પ્રકાશિત : નિતેશ ગોર ભુજ

(મેગેઝિન મેળવવા સંપર્ક કરો – 9825842334, 7567376843)

Related posts

લોકડાઉનનું લોક ખુલતા જ ભચાઉમાંથી અડધા કરોડ રૂપિયા જેટલો દારૂ પકડાયો : પૂર્વ કચ્છ LCBને સફળતા

Kutch Kanoon And Crime

કચ્છી ભાષામાં મતદાન જાગૃતિ માટેની અપીલ કરનારા માન. શ્રી અમિત અરોરા સાહેબ જે તે સમય રાજકોટમાં એક અપીલ કરી હોત તો, નિર્દોષ લોકો બચી ગયા હોત…

Kutch Kanoon And Crime

કંઠી પટ વિસ્તારમાં એક પ્રસંગમાં લાખોની ચોરી : પરંતુ મામલો પોલીસ ચોપડે ન ચડયો…!!

Kutch Kanoon And Crime

Leave a comment