Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGandhidhamGujaratKutch

ગાંધીધામમાં જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો : બે મહિલા સહિત ચાર જુગારીઓ ઝડપાયા…

પૂર્વ કચ્છ જિલ્લામાં જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસે જુગારનો એક ગણનાપાત્ર કેસ શોધી કાઢીને બે મહિલા સહિત ચાર લોકોને ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, સરહદી રેન્જ-ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જુગાર અને દારૂ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.વી. ગોજિયાએ અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે કિડાણા સ્થિત યોગેશ્વર સોસાયટીમાં એક મકાનની સામે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ગંજીપાનાં પત્તાં વડે તીનપત્તીનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બે મહિલા અને બે પુરુષને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરીને જુગાર અધિનિયમની કલમ-12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓના નામ…
• સલીમ ઉર્ફે ભુરો આમદ કલ (ઉં.વ. 32), મિયાણીવાસ, કિડાણા
• સબીલ કાસમ મમણ (ઉં.વ. 30), એક્તાનગર, કિડાણા
• મીનાબેન નવીનભાઈ મહેશ્વરી (ઉં.વ. 40), યોગેશ્વરનગર, કિડાણા
• ભાવનાબેન મુકેશભાઈ ભાનુશાળી (ઉં.વ. 30), યોગેશ્વરનગર, કિડાણા…

કબજે કરાયેલ મુદ્દામાલ…
• રોકડ રૂપિયા 14,510
• ગંજીપાનાં પત્તાં…

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કાર્યવાહી ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.વી. ગોજિયા, પીએસઆઈ એલ.એન. વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓએ સંયુક્ત રીતે હાથ ધરી હતી.

Related posts

અરે વાહ… આખરે દેશી દારૂની ભઠ્ઠી શોધી કાઢતી પૂર્વ ક્ચ્છ LCB…!

Kutch Kanoon And Crime

માંડવી તાલુકા પંચાયતના સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા

Kutch Kanoon And Crime

મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના ફરાર આરોપી પોલીસ કર્મચારીઆેને ફરજમાંથી ડિસમિસ કયારે કરાશે

Kutch Kanoon And Crime

Leave a comment