Kutch Kanoon And Crime
BhujBreaking NewsCrimeGujaratKutch

ભુજમાં સેવાભાવી જૈન વૃદ્ધની હત્યાનો આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર…

પુરાવાના નાશ કરવાના ઇરાદે હમીરસર તળાવમાં ફેંકી દેવાયેલ CCTV કેમેરાના DVR તથા મોબાઇલ ફોન પોલીસે કબજે કર્યા…

ભુજમાં વાણીયાવાડ વિસ્તારમાં આવેલ પાંજરાપોળ શેરીમાં અષ્ટાપદ બિલ્ડીંગના બીજા માટે રહેતા 71 વર્ષીય રશ્મીકુમાર શાહની હત્યા કરીને પૂરવાનું નાશ કર્યા બાદ નાસી જઈ ચાર કલાક પછી ભુજ એ ડિવિઝન પોલીસ મથકે હાજર થયેલ આરોપી નિલેશ હસમુખલાલ શાહની ધરપકડ બાદ ગઈકાલે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરાઈ હતી. જેમાં નામદાર અદાલતે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સધાર્મિક ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક રશ્મિકુમાર કનકલાલ સાહની હત્યાના આરોપમાં જેની ધરપકડ થઈ છે અને પોલીસ સમક્ષ હાજર થઈને આ ગુનાની કબુલાત કરી છે એવો આરોપી નિલેશ ભુજની પ્રતિષ્ઠિત વેપારી પેઢી ખેંગારજી ઇન્દ્રજી પેઢીના માલિકનો પુત્ર છે આ પ્રતિષ્ઠિત પેઢીના બે ભાઈ પારસ અને નિલેશ ધંધામાં અલગ થયા બાદ પારસ હાલમાં પણ પારસ ટ્રેડર્સ નામની પેઢી ચલાવે છે જ્યારે નિલેશ અલગ થઈને પોતાની અનાજ રસની અલગ દુકાન કરી હતી જેમાંથી મૃતક રશ્મિકુમાર રાહત દરે અપાતી કીટ માટે અનાજ રસકસ ખરીદતા હતા પરંતુ મૃતક પર લેણું ચડી જતા નાણાકીય બાબતે આ બનાવ બન્યો હોવાનું માનવામાં આવે છે.
પોલીસે આરોપી નિલેશને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેડની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટેની માંગણી કરતા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેદ શ્રી એમ.એમ. કુરેશીએ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સરકાર તરફે આ કામે સરકારી વકીલ આર.આર. પ્રજાપતિએ હાજર રહી દલીલો કરી હતી. પોલીસે રિમાન્ડ માંગણી સંદર્ભે જણાવ્યું હતું કે આ હત્યા કેસમાં આરોપી પાસેથી કેટલાક પુરાવા મેળવવાના છે જેનો તેણે નાશ કર્યો છે જેમાં ઓફિસમાં લાગેલ સીસીટીવી કેમેરાના DVR, મોબાઈલ ફોન અને ઘટના સમયે આરોપીએ પહેરેલ વસ્ત્રો તથા આરોપી સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે અંગેની હકીકત મેળવવી છે જેને મધ્યે નજર રાખી મેજિસ્ટ્રેટશ્રીએ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. દરમિયાન આરોપીની પૂછપરછમાં તેણે સીસીટીવી કેમેરાના DVR અને મોબાઈલ ફોન હમીરસર તળાવમાં ફેંકી દીધાની કબુલાત કરતા પોલીસે સ્થળ પર આરોપીને લઈ જઈ તરવૈયાઓની મદદથી શોધખોળ કરીને આરોપીએ તળાવમાં ફેંકી દીધેલ DVR અને મોબાઇલ ફોન કબજે કર્યા છે હવે આરોપીએ ઘટના સમય પહેરેલ ટીશર્ટ સહિતના વસ્ત્રો કબજે કરવાના બાકી રહે છે. નોંધનીય છે કે આરોપી ચાર કલાક બાદ પોલીસ સ્ટેશન હાજર થયો હતો એટલે ચાર કલાક દરમિયાન તેણે પુરાવાનો નાશ કરવાના પ્રયાસો કર્યા છે એ લગભગ સ્પષ્ટ થાય છે.
આ ઘટનાએ ભુજ શહેરમાં ભારે ખડભડાટ મચાવી દીધો હતો.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

2 લાખ 25 હજારની લાંચ લેવા જતા માંડવી નગરપાલિકાના હેડ ક્લાર્ક સહિત બે રંગે હાથ ઝડપાયા

Kutch Kanoon And Crime

જન્માષ્ટમી નિમિતે મુન્દ્રા ગૌ રક્ષા સેવા સમિતિ દ્વારા દાતાઓના સહયોગથી ગૌ માતાઓને 200 કિલો લાડુ ખવડાવ્યા

Kutch Kanoon And Crime

સાચી હકીકત પ્રકાશિત કરનાર ક્ચ્છ કાનૂન એન્ડ ક્રાઈમ સોશિઅલ ન્યૂઝને સમર્થન : સોશિઅલ ડિસ્ટન્સીનું ઉલ્લઘન કરનારાઓ સામે ફરિયાદ

Kutch Kanoon And Crime

Leave a comment