Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGandhidhamGujaratKutch

મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમ્મા રાયમાને બદનામ કરવા રચાયો કારશો : કથિત પત્રકાર સહિત 14 સામે FIR…

કોંગ્રેસના અગ્રણીઓ પૈકી એક મહિલા અને કથિત પત્રકાર સહિત 14 સામે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે અગ્રણી હાજી જુમ્મા રાયમાએ ગુનો નોંધાવ્યો…

કચ્છ કોંગ્રેસના આગેવાન અને મુસ્લિમ સમાજના અગ્રણી એવા ગાંધીધામ સ્થિત હાજી જુમ્માભાઈ રાયમાએ આખરે ગાંધીધામ પોલીસ મથકે અંજાર નિવાસી અને કોંગ્રેસની અગ્રણી એક મહિલા સહિત કોંગ્રેસના કેટલાક આગેવાનો અને એક કથિત પત્રકાર સહિત 14 જણા સામે ધાક ધમકી અને ખંડણી સંબંધીત ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામી છે. હાજી જુમા રાયમાએ ગાંધીધામ પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં તેમને બ્લેકમેલ કરીને રૂપિયા 20 લાખની અને કથિત પત્રકાર દ્વારા રૂપિયા 20,000 ની ખંડણી માંગ્યાનો આરોપ લગાવ્યો છે ફરિયાદમાં ઈરફાન ઈબ્રાહીમ હાલેપત્રા youtube કથિત પત્રકાર ભુજ, ઈસ્માઈલ સાલે બાફણ નાગીયારી, ઉપરાંત અગાઉ ગાંધીધામ ખાતે નકલી ઈડી અધિકારી બનીને લૂંટનો પ્રયાસ કરનાર સતાર માંજોઠી રહેવાસી ભુજ, તાહિર ભટ્ટી રહેવાસી ભુજ, ઈશાક જુમા જત સુમરાસર, લતીફ ગગડા લોડાઈ, જાકરીયા કુંભાર ભૂજપુર, સલીમ અહેમદ જત મુન્દ્રા, આમિરશા સૈયદ બારોઈ, ઈકબાલ મંધરા કોઠારા, સુલેમાન રાઉમાં જંગી, હનીફશા શેખ પ્રમુખ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ યુવા પાંખ, દીપ્તિ ઠક્કર અંજાર તથા આદમ પઢીયાર રહેવાસી ભુજ એમ કુલ 14 જણા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ફરિયાદી હાજી જુમાભાઈ રાયમાના જણાવ્યા પ્રમાણે ભુજનો youtube કથિત પત્રકાર કહેવાતો ઈરફાન હાલેપોત્રા અન્ય આરોપીઓના ઇશારે તેમને બદનામ કરવા ધાક ધમકી કરતો અને youtube પર બદનામી થાય તેવા વિડિયો શેર કરતો હતો અને એના બદલામાં અને આરોપીઓ તેને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરતા હોવાનું સામે આવ્યું છે આરોપી ઇરફાન હાલેપોત્રાએ આવા વિડીયો પોતાની કથિત યુટ્યુબ સાઇટ પર ન મુકવા માટે રૂપિયા 20,000 ની માંગણી કરી હતી, તો અંજારની દીપ્તિ ઠક્કર નામની મહિલાએ રૂપિયા 20 લાખની ખંડણી માંગી હતી. પોલીસે આ અંગે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે હાજી જુમાભાઈ રાયમાને બદનામ કરવા માટે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક તત્વો સક્રિય બન્યા હતા જેને લઇ ભારે વિવાદ પણ સર્જાયો હતો.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

નલિયા – તેરા માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત : એક ઘાયલ

સુરજબારી ચેક પોસ્ટની મુલાકાત લેતા પૂર્વ કચ્છ SP પરીક્ષિતા રાઠોડ

Kutch Kanoon And Crime

નખત્રાણામાં ખેડૂત મહિલાને માર મુદ્દે વળતી ફરીયાદ નોંધાઈ

Kutch Kanoon And Crime

Leave a comment