Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundraSpecial Story

મદુરાઈ પિતા પુત્રના કસ્ટોડિયન ડેથ મામલે 9 પોલીસ અધિકારી કર્મચારીઓને ફાંસીની સજાના હુકમ પછી મુન્દ્રા કસ્ટોડિયન ડેથ સંલગ્ન વ્યક્તિઓમાં પણ હડકંપ…

ગઈકાલે મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેંચ દ્વારા મદુરાઈ ખાતે કોરોના સમય દરમિયાન એટલે કે છ વર્ષ અગાઉ બનેલી પિતા પુત્રના કસ્ટોડિયલ ડેથની ઘટનામાં ત્રણ પોલીસ અધિકારી સહિત 9 પોલીસ કર્મચારીઓ સામે આરોપ સાબિત થતા આ તમામ અધિકારી કર્મચારીઓને મૃત્યુ દંડની સજા ફટકારાઇ હતી. મદ્રાસ હાઇકોર્ટ તામિલનાડુની મદુરાઈ બેન્ચ સમક્ષ ચાલેલા આ કસ્ટોડિયન કેસમાં આરોપ સાબિત થયા હતા. 19″મી જૂન 2022″ના રોજ આ ઘટના મદુરાઈ ખાતે ઘટી હતી. પિતા પુત્ર કોરોના કાળ દરમિયાન પોતાની દુકાન ખોલતા તેમને પકડવામાં આવ્યા હતા અને બંને પિતા પુત્ર ઉપર અત્યંત અમાનુષી અત્યાચાર ગુજરાતા ૨૨”મી જૂન 2022″ના રોજ બંને પિતા પુત્રના મોત થયા હતા. આ મામલે દેશભરમાં રોષ સાથે વિરોધ ફાટી નીકળ્યો હતો જેની તપાસ આખરે CBI ને સોપાઇ હતી. આ કેસ મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેંચ સમક્ષ ચાલી જતા તમામે તમામ 9 પોલીસ અધિકારી કર્મચારીઓ દોષિત ઠર્યા હતા. જેમને નામદાર અદાલતે ફાંસીની સજા ફટકારી છે. નામદાર મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે જેમાં ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં ચકચારી કચ્છના મુન્દ્રા કસ્ટોડિયન ડેથની ઘટના ફરી તાજી થઈ છે. એટલું જ નહીં પરંતુ આ ઘટના સાથે સંલગ્ન તત્વોમાં પણ ભારે હડકમ્પ મચી ગયો છે. કારણ કે મુદ્રા કસ્ટોડિયન ડેથનો કેસ પણ પૂર્ણતાના આરે છે અને આ ચકચારી કસ્ટોડિયન ડેથ છેક દેશની સર્વોચ્ચ અદાલત સુધી પણ વચગાળાના જામીનો માટે ગાજી ચુક્યો છે જેમાં ફરિયાદ પક્ષના વકીલોની ટીમ સક્રિય રહી છે જેના કારણે આ કેસમાં પણ સનસનીખેજ ચુકાદો આવી શકે છે એટલું જ નહીં પરંતુ હવે આ કેસમાં નામદાર મદ્રાસ હાઇકોર્ટ દ્વારા અપાયેલ આ ચુકાદાને પણ ટાંકવામાં આવી શકે છે જેને લઇ આ કેસના સંબંધીત સૂત્રોમાં ભારે હલચલ જોવા મળી છે. નોંધનીય છે કે મુન્દ્રા કસ્ટોડિયન ડેથના મોટાભાગના આરોપીઓ છેક સુપ્રીમ કોર્ટ સુધી જવા છતાં વચગાળાના જામીન પણ નથી મળ્યા અને એકાદ બે વ્યક્તિઓને શરતી વચગાળાના જામીન મળ્યા બાદ એક પોલીસ કોન્સ્ટેબલ આરોપી દ્વારા જામીનના નિયમોનો ભંગ થયાની ઘટના પણ સામે આવી ચૂકેલી છે. હવે મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને મુન્દ્રા કન્સ્ટોડિયલ ડેથ પ્રકરણમાં ટાંકવામાં આવશે તેવી ચર્ચા થવા લાગી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

પશ્ચિમ કચ્છ રાજગોર સમાજના પ્રમુખ તરીકે વિપુલભાઈ ગોરને સર્વાનુમતે ત્રીજી ટર્મ માટે પસંદગી કરાઇ…

વાદળોની સંતાકુકડી અને ક્યાંક વરસાદી ઝાપટાં વચ્ચે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ જોવા મળ્યું.

ભુજમાં ATM લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરનાર ટ્રાવેલ્સ સંચાલક વેપારીનું રાજકોટ ખાતે અવસાન

Kutch Kanoon And Crime

Leave a comment