Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutch

કુકમાના મહિલા સરપંચ વતી તેમના પતિ સહિત ત્રણ ઈસમો રૂપિયા ચાર લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા

આજે ભુજ ખાતે મહાદેવ નાકા નજીક કુકામાના મહિલા સરપંચના પતિ સહિત ત્રણ જણા રૂપિયા ચાર લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતા કુકમા ગામના મહિલા સરપંચના પતિ ચાર લાખ જેવી માતબર રકમ લાંચરૂપે સ્વીકારતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાઇ ગયાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. એન્ટી કરપ્શન બ્યુરો ભુજ ઓફિસના પી.આઈ. એમ.જે. ચૌધરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે ફરિયાદી માઇન્સ અને મીનરલ વ્યવસાય સાથે સંકળાયેલ છે તેમણે ઔધોગિક બાંધકામ માટે ગ્રામ પંચાયત ટૂંકમાં પાસેથી આકારની અને મંજૂરી આપવા અને તેમની કંપની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવા કુકમાના મહિલા સરપંચ પાસે રજૂઆત કરી હતી આ અંગે કુકમા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કંકુબેન અમૃતભાઈ મારવાડાએ રૂપિયા પાંચ લાખની લાંચ માંગી હતી એ પૈકી રૂપિયા એક લાખ ફરિયાદીએ આપી દીધા હતા જ્યારે બાકીના ચાર લાખ આપવાના હતા પરંતુ આ રકમ વધારે હોય ફરિયાદી આ રકમ ઓછી કરવા આજીજી કરેલી પરંતુ મહિલા સરપંચ કંકુબેન દ્વારા દાદ ન અપાતાં ફરિયાદીએ મદદનીશ નિયામક એન્ટી કરપ્શન બ્યુરો ભુજનો સંપર્ક કરતા આ મામલે ભુજ એસીબી પીઆઈ એમ.જે. ચૌધરીને સૂચના અપાયા બાદ ફરિયાદી સાથે સંપર્ક કરીને છટકું ગોઠવવામાં આવ્યું હતું. દરમિયાન આજે બાકીના રૂપિયા ૪ લાખ આપવાનું નક્કી થતાં ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી મહિલા સરપંચ કંકુબેનને વાત કરતા કંકુબેન ભુજ ખાતે મહાદેવ નાકા પાસે તેમનો પતિ અમૃતલાલ બેચરભાઈ મારવાડા તેમણે આ રકમ આપી દેવાનું કહેતા છટકું ગોઠવાયું હતું જેમાં ફરિયાદી પાસેથી રૂપિયા ૪ લાખ સ્વીકારતા સરપંચ કંકુબેનના પતિ અમૃતલાલ મારવાડા અને તેમના સંબંધી રવજીભાઈ બુચિયા તથા રિતેશ રવજી બુચિયા લાખની રકમ સ્વીકારતા રંગે હાથે પકડાઈ ગયા હતા આ કેટલાય ભુજ શહેર સહિત સમગ્ર કચ્છમાં ચકચાર મચાવી દીધી છે. મહિલા સરપંચ સામે ગુનો નોંધાયાની વિગતો સામે આવી રહી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ક્ચ્છી એન્જીનીયરે બનાવી “યો ઇન્ડિયા” એપ : સાંસદશ્રી વિનોદ ચાવડાના હસ્તે લોન્ચ કરાઈ

ઇલેક્ટ્રોથર્મ (ઈન્ડિયા) લી. સામખિયાળી દ્વારા કંપનીના પ્રાંગણમાં દીવાળીના તહેવાર નિમિતે “રંગોળી સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યું

Kutch Kanoon And Crime

પુત્રએ પિતાની હત્યા કરતા ખળભળાટ : ભચાઉના આમરડી ગામમાં હત્યાનો બનાવ

Kutch Kanoon And Crime

Leave a comment