Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchSpecial Story

અબડાસાના દરિયાકાંઠેથી એકાએક બિનવારશુ હાલતમાં ચરસના પેકેટ મળી આવવાની પાછળ કંઈક રંધાતું તો નથીને..!?

માત્ર એક અઠવાડિયાના ગાળામાં 160 થી વધુ ચરસના પેકેટ બિન વારસો હાલતમાં મળી આવવા એ અતી ગંભીર બાબત છે

તાજેતરમાં કેન્દ્રીય ગ્રહ મંત્રી શ્રી અમિત શાહ કચ્છની મુલાકાત લઈ ગયા ના આગલા દિવસથી ખાસ કરીને અબડાસાના જખૌ વિસ્તારના દરિયા કિનારેથી એકાએક મોટી સંખ્યામાં બિન વારસી હાલતમાં ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો છેલ્લા એક અઠવાડિયાથી નિરંતર ચાલી રહ્યો છે આ અગાઉ હજારોની સંખ્યામાં ચરસના પેકેટો બિન વારસ હાલતમાં મળ્યા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચરસના પેકેટ મળી આવવાનું બંધ થયા બાદ એકાએક અબડાસાના પીગલેશ્વર મંદિરના દરિયા કિનારાને બીચ તરીકે અને પીંગલેશ્વર વિસ્તારને પર્યટન વિસ્તાર તરીકે વિકસાવવાની ચર્ચાની સાથે જ એકાએક બિન વારસી હાલતમાં સતત ચરસના પેકેટ મળી આવવા અને તેની સાથે એક વિસ્ફોટક પદાર્થ પણ મળી આવવું ઘણા બધા ગંભીર પ્રકારના સંકેત આપી જતી ઘટના છે. સરકારશ્રીની આંખો હોય તો સરકારશ્રીએ આ સિલસિલાને સામાન્ય ન સમજી આંખો ખોલીને જોવાની અને વિચારવાની જરૂર છે કારણ કે અહીંના દરિયા કિનારે જે કઈ રંધાઈ રહ્યું છે એ હવે ગંધાવા લાગ્યું છે અને આ બાબત અત્યંત ગંભીર છે અહીં કાર્યરત વિવિધ ગુપ્તચર એજન્સીઓએ સંકલનમાં રહીને અહીં ખૂબ મોટા પાય ઓપરેશન ચલાવવાની જરૂર છે કારણ કે એકાએક કેફી પદાર્થના કરોડોની કિંમતના પેકેટો મળી આવવા અને એકાએક મળવાનું બંધ થઈ જવું આ કુદરતી ઘટના નથી, એ સરકારે નોંધી લેવું પડશે અહીં જે ષડયંત્ર ચાલી રહ્યું છે તે અત્યંત ગંભીર છે તેને મધ્ય નજર રાખી સરકારશ્રીએ અહીં વિવિધ સલામતી એજન્સીઓને કામે લગાડી હકીકત શું છે અહીં કોઈ અદ્રશ્ય પડદા પાછળની તાકતો કાર્યરત છે કે કેમ તેની તપાસ કરવી જોઈએ અને જે રીતે અહીં કેફી પદાર્થના પેકેટ મળી રહ્યા છે તેનો દોરી સંચાર પડદા પાછળથી થતો હોવાની શક્યતા કોઈ કાળે નકારી શકાતી નથી. નોંધનીય બાબત એ છે કે અત્યાર સુધી જખૌ સુધીના દરિયા કિનારેથી જ્યારે જ્યારે ચરસના પેકેટ મળ્યા છે ત્યારે ત્યારે મોટાભાગે મોટી સિંધોળી દરિયાકાંઠાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ પ્રથમ વખત આ વખતે છેલ્લા અઠવાડિયાથી અલગ અલગ સ્થળેથી મળતા ચરસના પેકેટ જ્યાંથી મળ્યા છે એ સ્થળનો ઉલ્લેખ કરાયો છે આ બાબતે તાજેતરમાં રાજ્યના મુખ્યપ્રધાન પાસે પણ ઠોસ પુરાવા સાથે રજૂઆત કરાઈ હતી કે કેફી પદાર્થ મળવાના કિસ્સામાં માત્ર સિંધોડી ગામનો ઉલ્લેખ શા માટે થાય છે જ્યાંથી મળે છે એ વિસ્તાર શા માટે છુપાવાય છે અને આ બાબતને ગંભીરતાથી લેવાયા બાદ રાજ્યના અતિ સંવેદનશીલ મુખ્યપ્રધાન શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ મામલાને ગંભીર સમજીને તાત્કાલિક તપાસના હુકમ કરાયા બાદ જાણવા મળતી માહિતી પ્રમાણે આ તપાસ દરમિયાન આ વિસ્તારમાં દરિયાની અંદર આવેલા ટાપુઓમાં છુપાયેલા અથવા છુપાવીને રખાયેલા ચરસના પેકેટો મળી રહ્યા છે અને આ વખતે સિંધોડીનો ઉલ્લેખ તંત્ર દ્વારા ન કરીને જ્યાંથી પેકેટ મળ્યા એ સ્થળ બતાવ્યું છે એનો મતલબ સ્પષ્ટ છે કે અત્યાર સુધી કોઈ અદ્રશ્ય તાકાતોના ઇશારે આ ગામને બદનામ કરવાની કોશિશ થતી હતી અને આ હકીકત હોય તો અને રાજ્ય સરકારને આંખો હોય તો હવે આ બાબતની ગંભીરતાથી તપાસ કરવી જોઈએ કે સતત મળી આવતા બિનવારસી હાલતમાં પડ્યા રહેતા પેકેટો ક્યાંથી આવતા હતા. એ પણ નોંધનીય છે કે છેલ્લા માત્ર અઠવાડિયાના ગાળામાં 160 થી વધુ ચરસના પેકેટ અને એક વિસ્ફોટક દરિયા કિનારેથી બિન વારસો હાલતમાં મળી આવેલ છે એ સામાન્ય ઘટના નથી.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

1998’માં થયેલી એક હત્યાના આરોપમાં નિર્દોષ ઠરેલ સવજીભાઈનું ભાડૂતી શુટરો દ્વારા કામ તમામ કરાયું

Kutch Kanoon And Crime

તુર્ક મેડિકલ ટ્રસ્ટ સંચાલિત ધ્રબ હોસ્પિટલને MICT (DP WORLD) દ્વારા વેન્ટિલેટર મશીન ડોનેટ કરાયું

Kutch Kanoon And Crime

ભુજ પોસ્ટ ઓફિસ કૌભાંડમાં પકડાયેલો આરોપી સચિન ઠક્કર લોકઅપમાંથી ફરાર

Kutch Kanoon And Crime

Leave a comment