પોલીસ મહા નિરીક્ષક શ્રી જે.આર. મોથલિયા તેમજ પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ પૂર્વ કચ્છ ગાંધીધામ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ. વાઘેલા અંજાર વિભાગની આગેવાની અને માર્ગદર્શન મુજબ જિલ્લાના નાસ્તા ફરતા આરોપી પકડવા કડક અમલવારી કરવા સૂચના આપેલ હોઈ જે અન્વયે પો. ઇન્સ. એમ.એમ. જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ., જી. કે. વહુનીયાને એક સચોટ બાતમી મળેલ કે અંજાર પો. સ્ટે. ફર્સ્ટ ગુ. ર. ન. 289/2018ઈ. પી. કો. કલમ -394, 395, 397, 324, 120બી તથા જી.પી.એક્ટ કલમ -135 મુજબના ગુન્હાન નાસ્તા ફરતા આરોપી સાગર હરગોવિંદ નાઈ રહે. મેઘપર કુંભારડી, વિનોદ ઉર્ફે વીર દેવજીભાઇ વાઘેલા રહે. કિડાણા વાળા હાલે આશાબા વે-બ્રિજ અરિહંત નગર પાસે આ બન્ને આરોપીઓને બાતમીના આધારે પકડી પાડી આ બન્ને પક્ડાયે આરોપીઓને હાલમા ચાલી રહેલ કોરોના વાયરસની મહામારીમા નામદાર કોર્ટના આદેશ અનુસાર કોવીડ -19ના ટેસ્ટ માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે આ બન્ને પકડાયેલ આરોપીઓમાં (1) સાગર હરગોવિંદ નાઈ ઉ. વ. 23 રહે. સ્યામ નગર મેઘપર કુંભારડી મૂળ રહે. આંબલીયારી તા. પાલનપુર જી. બનાસકાંઠા (2)વિનોદ ઉર્ફે વીર s/o દેવજી ભાઇ વાઘેલા ઉ. વ. 27 રહે. શ્રી રામ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પ્લોટ નંબર 176 કિડાણા તા. ગાંધીધામ મૂળ રહે. કીડીયા નગર તા. રાપરવાળાનો સમાવેશ થાય છે આ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ. ઇન્સ. જી. કે. વહુનીયા તથા પો. હેડ. કોન્સ. રાજકુમાર આહીર, નાનજી ભાઇ ચાવડા, પો. કોન્સ. દિગ્વિજયસિંહ જાડેજા, સેધાજી પરમાર, કુલદીપ કુમાર વ્યાસ સાથે રહેલ હતા.
સ્ટોરી અંજાર બ્યુરો
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334