Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા-બારોઈના ખારી-મીઠી રોડ પર ખુલ્લી ગટરના તળાવમાં ડૂબી જતાં શખ્સનું મોત થતા અરેરાટી…

સાંજથી ચાલેલી શોધખોળ બાદ વહેલી સવારે પાણીમાં તણાઈ આવી લાશ… ખુલ્લી ગટરની ફરતે સુરક્ષા દિવાલ બનાવવાની માંગ…

મુન્દ્રા-બારોઈના ખારી-મીઠી રોડ પર આવેલી ખુલ્લી ગટરના પાણીથી ભરાયેલા તળાવમાં ડૂબી જતાં એક શખ્સનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, બારોઈમાં રહેતા ગોયલ આદમ મુસા ખુલ્લી ગટરના તળાવમાં પડી જતાં સાંજથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ભુજથી રેસ્ક્યુ ટીમ દ્વારા પણ શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન વહેલી સવારે મૃતદેહ પાણીમાં તણાઈને બહાર તરફ આવી ગયો હતો. રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી ત્યારે મૃતદેહ પાણીમાં તણાઈને બહાર આવેલો મળી આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ ખુલ્લી ગટરના તળાવમાં અગાઉ પણ અબોલા જીવો પાણી પીવા જતાં ડૂબી જવાની ઘટનાઓ બનતી હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે, ખુલ્લી ગટરની ફરતે સુરક્ષા દિવાલ અથવા બાઉન્ડરી બનાવવામાં આવે, જેથી લોકો તેમજ અબોલા જીવો આ જોખમી પાણીમાં ન પડે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.

અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર મુન્દ્રા દ્વારા…

Related posts

અબડાસાના કોઠારા નજીક સુથરીના યુવાનની હત્યા

Kutch Kanoon And Crime

વેરાવળ દરિયાકાંઠેથી 350 કરોડની કિંમતના હેરોઇન સાથે નવ ઈસમોની અટકાયત

Kutch Kanoon And Crime

અહેવાલનો અસર : સોના ચાંદી અને નકલી નોટોના રેકેટ ચલાવનાર ગેંગોને કડક ચેતવણી…

Kutch Kanoon And Crime

Leave a comment