મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા વણશોધાયેલા મોટરસાયકલ ચોરીના ગુનાનો પોલીસે ભેદ ઉકેલી ચોરી થયેલી મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી અંદાજિત રૂપિયા 50,000ની કિંમતની મોટરસાયકલ કબજે કરી છે. પોલીસની તપાસ દરમિયાન રમેશ આતુ પરમાર, રહે. શક્તીનગર, મુંદરાને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ મુંદરા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 1385/2026, ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 303(2) મુજબનો ગુનો નોંધાયો છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ…
પોલીસના જણાવ્યા મુજબ આરોપી અગાઉ પણ મુંદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિવિધ ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. જેમાં વર્ષ 2021 અને 2022 દરમિયાન ચોરી, લૂંટ, ધમકી સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે. આરોપી વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનાઓમાં પણ કાર્યવાહી થઈ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આરોપી સામે અગાઉ નોંધાયેલા ગુનાઓમાં મુંદરા પો.સ્ટે.ના ગુ.ર.નં. 420/2022, 588/2021, 584/2021 અને 591/2021નો સમાવેશ થાય છે.
સર્વેલન્સ સ્ટાફની કામગીરી…
આ સમગ્ર કામગીરી મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.આર. શકોરીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોલીસે ચોરીની મોટરસાયકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર મુન્દ્રા દ્વારા…
