Kutch Kanoon And Crime
Breaking NewsCrimeKutchMundra

મુન્દ્રા પોલીસની NDPS હેઠળ કાર્યવાહી : 817 ગ્રામ ગાંજા સાથે એક આરોપી ઝડપાયો…

પૂર્વ કચ્છમાં માદક પદાર્થો સામે પોલીસની ઝુંબેશ સતત યથાવત છે. તે અંતર્ગત મુન્દ્રા પોલીસે કાર્યવાહી કરીને 817 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપીની ઓળખ સુબત્રા અમલ બિસ્વાસ (ઉ.વ. 33) તરીકે થઈ છે. આરોપી મૂળ ચંડીતલા, કાંઉગાંચી શ્યામનગર, થાણા-બાસુદેવપુર, જિલ્લા ઉત્તર 24 પરગણા (પશ્ચિમ બંગાળ)નો રહેવાસી છે અને હાલમાં ધૂબ, તા. મુન્દ્રા ખાતે દેસર કોલોની, વિલ્માર કોલોની સામે, દેસરભાઈ મહેશ્વરીની દુકાનમાં કામ કરતો હતો. મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એસ. એમ. રાણાના માર્ગદર્શન અને સૂચના હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી આરોપી પાસેથી 817 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરી તેની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આરોપી સામે NDPS Act હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ આગળ વધારી રહી છે.

અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર મુન્દ્રા

Related posts

છેલ્લા દસ દિવસમાં કચ્છના દરિયા કાંઠેથી બિનવારશુ હાલતમાં રૂપિયા 140.50 કરોડની કિંમતના 200 થી વધુ ચરસના પેકેટ મળવા સામાન્ય બાબત નથી વિચારજો…

Kutch Kanoon And Crime

રૂ.૧૭૭૬.૯૦ લાખના ખર્ચે ભારાપર અને મમુઆરા ૬૬ કે.વી. સબ સ્ટેશનોનું રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે ભૂમિપૂજન કરાયું

Kutch Kanoon And Crime

હનીટ્રેપના મામલામાં ધરપકડ કરેલ મનીષા ગૌસ્વામીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર

Leave a comment