Kutch Kanoon And Crime
Breaking NewsIndiaSpecial Story

કેન્દ્રના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું પદ પરથી આખરે રાજીનામું…

નીટ પેપર ફૂટયાના મામલે CJP (કોક્રોચ જનતા પાર્ટી) દ્વારા દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલ આંદોલનની જ્વાળાઓ દેશના અલગ અલગ રાજ્યોમાં પહોંચ્યાની સાથે જ આખરે પરિસ્થિતિ વધુ બગડતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે પોતાના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. CJP સાથે કેન્દ્ર સરકારને લગભગ ત્રણ બેઠકોના અંતે આખરે શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાં સુધી વાત અટકી જતા આખરે કેન્દ્ર સરકાર પણ લાચાર બની ગઈ હતી અને આખરે આજે શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવાની ફરજ પડી હતી.

જોકે શિક્ષામંત્રીના રાજીનામા સાથે હવે CJP દ્વારા ચાલી રહેલ આંદોલનનો અંત આવશે કે કેમ તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી, કારણ કે આંદોલન કરતાઓ દ્વારા શિક્ષા મંત્રીના રાજ્યનામાં સહિત મુખ્ય ત્રણ મુદ્દા રખાયા છે જે પૈકી મંત્રીના રાજીનામા સાથે એક મુદ્દો સમાપ્ત થાય છે. બાકીના બે મુદ્દા અંગે શું નિર્ણય આવે છે એ આગામી કલાકોમાં સ્પષ્ટ થશે પરંતુ શિક્ષામંત્રીના રાજીનામાએ ખાસ કરીને સત્તાધારીઓ માટે ઘણા સંકેત આપ્યા છે. આ રાજીનામાંથી સ્પષ્ટ એક સંકેત મળે છે કે સત્તાના નશામાં કોઈએ રહેવું ન જોઈએ, લોકશાહીમાં પ્રજા અને પ્રજાનો મત સત્તાથી ઉપર છે એને સ્વીકારવો જોઈએ અને એ વાત પણ યાદ રાખવી જોઈએ કે પ્રજા વીફરે ત્યારે ભલભલાના પાયા દગમગાવી શકે આ વાત સત્તામાં રહેલા સૌએ યાદ રાખવી પડશે.

પ્રકાશિત નીતેશ ગોર ભુજ

Related posts

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આગામી ૧૫ અને ૧૬ ડિસેમ્બરે કચ્છના પ્રવાસે

Kutch Kanoon And Crime

ભલ ભલાની રિમાન્ડ લેનારા ત્રણે પોલીસ કર્મચારીઓ આજે પોતે 9 દિવસના રિમાન્ડ પર

Kutch Kanoon And Crime

એક સવાલ બધાને મનમાં થતું હસે..? પોલીસ રોડ પર ધોકો (લાઠી) લઈને ઉભી છે..!?

Kutch Kanoon And Crime

Leave a comment