Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMandvi

ગઢશીશા – મિત્રો વચ્ચેના નાણાંના હિસાબના મનદુઃખે જીવ લીધો : પાર્ટનરે મિત્રની છરી મારી હત્યા કરી આત્મસમર્પણ કર્યું…

માંડવી તાલુકામાં મિત્રતા અને ભાગીદારીના નાણાકીય મનદુઃખે અંતે એક મિત્રે બીજા મિત્રનો જીવ લઈ લીધો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. હત્યા બાદ આરોપીએ સીધો પોલીસ મથકે જઈ આત્મસમર્પણ કરી દીધું હતું. પ્રાથમિક માહિતી મુજબ, માંડવી તાલુકાના કોડાય ગામે રહેતા વિજય મનુભાઈ વૈષ્ણવ (ઉંમર ૪૭) અને તેમના પાર્ટનર પરિમલ બિહારીલાલ પંડ્યા બંને પાણી પુરવઠા તથા નર્મદા નિગમના સિવિલ કોન્ટ્રાક્ટર તરીકે ભાગીદારી પેઢી ચલાવતા હતા. વર્ષોથી બંને વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હતી અને કોડાય ગામમાં અડોશ-પડોશમાં રહેતા હતા. બુધવારે સવારે નવેક વાગ્યે બંને મિત્રોએ બોલેરો કારમાં ગઢશીશા તરફ કામ અર્થે નીકળ્યા હતા. મુસાફરી દરમિયાન નાણાંની લેતી-દેતીના હિસાબને લઈને બંને વચ્ચે તણાવ અને બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા પરિમલ પંડ્યાએ ગઢશીશા-રાજપર રોડ પર રાજપર ગામની સીમમાં નિર્જન જગ્યાએ ગાડી રોકી અને ગુસ્સામાં આવી પોતાના મિત્ર વિજય વૈષ્ણવના ગળામાં છરી ઘોંપી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ પરિમલ પંડ્યાએ મૃતક મિત્રને સ્થળ પર જ મૂકી સીધા કોડાય પોલીસ મથક જઈ આત્મસમર્પણ કરી કબૂલી લીધો કે તેણે પોતાના મિત્રની હત્યા કરી છે. પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઢશીશા પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ટાપરીયાના માર્ગદર્શન હેઠળ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિક તપાસ સાથે વિજય વૈષ્ણવનો મૃતદેહ ગઢશીશા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. પોલીસ સૂત્રો અનુસાર, બંને વચ્ચે નાણાંની રકમના હિસાબ અંગે વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને કારણે જ ગુસ્સામાં આવી પરિમલે આ ઘાતકી કૃત્ય આચર્યું હોવાનું અનુમાન છે. હાલ ગઢશીશા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે અને વધુ તપાસ ચાલુ છે. ગઈકાલે જ નખત્રાણાના વિગોડી ગામે પુત્રએ પિતાની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો હતો અને હવે બીજા જ દિવસે માંડવી તાલુકામાં બીજી હત્યાની ઘટના બની છે. સતત બે દિવસમાં હત્યાના બે બનાવ સામે આવતા કચ્છ પોલીસ વિભાગમાં ચકચાર અને ચિંતા વ્યાપી ગઈ છે.

અહેવાલ સુનીલ મોતા માંડવી

પ્રકાશિત નિતેશ ગોર ભૂજ

Related posts

ધાણીપાસા વડે રમાતો જુગાર ઝડપાયો : LCB પશ્ચિમ કચ્છે 3 જુગારીઓને ઝડપી પાડ્યા, 5 જણા ફરાર…

Kutch Kanoon And Crime

અંજાર : 21 લાખની ખંડણી અને ગાયોના નામે હપ્તા આપવા બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

Kutch Kanoon And Crime

ભચાઉ પોલીસે વોંધ ગામે જુગાર પર દરોડો : પાંચ જુગારીઓ ઝડપાયા : 31,150/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત…

Kutch Kanoon And Crime

Leave a comment