Kutch Kanoon And Crime
AnjarBreaking NewsCrimeGujaratKutch

અંજારના ખેડોઈ નજીક કન્ટેનર નીચે દબાઈ જતા ત્રણ યુવાનોના કમકમાટી ભર્યા મૃત્યું…

અંજાર તાલુકાના ખેડોઈ નજીક આજે એક રદહ્ય કંપાવી નાખે તેવી દુર્ઘટના બની છે. પ્રાપ્તિ માહિતી અનુસાર, પુરપાટ ઝડપે જઈ રહેલા એક ટ્રેલરનું કન્ટેનર અચાનક નીચે પડી જતા માર્ગ પર એક્ટિવાથી જઈ રહેલા ત્રણ આશાસ્પદ યુવાનો તેની નીચે દટાઈ ગયા હતા. ભારે વજનના કન્ટેનર નીચે દબાઈ જતા ત્રણેય યુવાનોનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તરત જ સ્થાનિક લોકોની મદદથી પોલીસને જાણ કરવામાં આવી હતી. અંજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરી હાથ ધરી હતી. ભારે કન્ટેનર દૂર કરવા માટે ક્રેન બોલાવવી પડી હતી. કલાકો સુધી ચાલેલી આ કામગીરી બાદ કન્ટેનર નીચે દબાયેલા ત્રણ યુવાનોના મૃતદેહોને બહાર કાઢી અંજારની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃત્યુ પામનાર યુવાનોમાં એકનું નામ નૈતિક અને બીજાનું નામ અભિષેક હોવાનું સામે આવ્યું છે. ત્રીજા યુવાનની ઓળખ પ્રક્રિયા ચાલુ છે. ત્રણેય યુવાનો મિત્રો હતા અને અકસ્માત સમયે એકસાથે પોતાના કામ અર્થે એક્ટિવાથી જઈ રહ્યા હતા. આ અચાનક બનેલી દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. મૃતક યુવાનોના પરિવારજનોને ઘટનાની જાણ થતાં જ અશ્રુધારા વહી ગઈ હતી. અંજાર પોલીસ દ્વારા ટ્રેલરના ડ્રાઈવર સામે બેદરકારીપૂર્વક વાહન હંકારવાનો ગુનો નોંધાયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માતની ગંભીરતાને ધ્યાને લઈ સમગ્ર કચ્છ જિલ્લામાં માર્ગ સુરક્ષા અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે.

(મેગેઝિન મેળવવા માટે સંપર્ક કરો – 9825842334, અથવા અમારા પ્રતિનિધિ)

અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા

પ્રકાશિત નિતેશ ગોર ભૂજ

Related posts

LCB પોલીસે મુન્દ્રા પોલીસ અને મરીન પોલીસ સ્ટેશને નોંધાયેલ રાયોટીંગ અને એનડીપીએસ ગુનામાં ફરાર સાડાઉના કાદરશા સૈયદને પકડી પાડ્યો

Kutch Kanoon And Crime

અંજાર ખાતે SBI બેન્કના ATM સેન્ટરમાં સિક્યુરિટી ગાર્ડની રહસ્યમય હત્યા

Kutch Kanoon And Crime

અરે વાહ… આખરે દેશી દારૂની ભઠ્ઠી શોધી કાઢતી પૂર્વ ક્ચ્છ LCB…!

Kutch Kanoon And Crime

Leave a comment