Kutch Kanoon And Crime
Breaking NewsIndiaSpecial Story

ભારતના દબાણ હેઠળ, પાકિસ્તાને BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને ધરપકડમાંથી મુક્ત કર્યા…

20 દિવસ પહેલા પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાની રેન્જર્સે કસ્ટડીમાં લીધા હતા…

પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ભારતના દબાણ હેઠળ, પાકિસ્તાને BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને ધરપકડમાંથી મુક્ત કર્યા છે. 20 દિવસ પહેલા પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાની રેન્જર્સે કસ્ટડીમાં લીધા હતા. BSF જવાન પૂર્ણમ કુમાર સાહુ 23 એપ્રિલ, 2025’થી પાકિસ્તાન રેન્જર્સની કસ્ટડીમાં હતા. આજે, બુધવારે, તેમને સવારે લગભગ 10 : 30 વાગ્યે અમૃતસરની જોઈન્ટ ચેક પોસ્ટ અટારી દ્વારા ભારતને સોંપવામાં આવ્યા છે. આ ટ્રાન્સફર શાંતિપૂર્ણ રીતે અને સ્થાપિત પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું હતું.

– જાણો સમગ્ર મામલો શું હતો…
વાસ્તવમાં, BSF કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર સાહુ પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં પોસ્ટેડ હતા. ૨૩ એપ્રિલના રોજ, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા લશ્કરી તણાવના શરૂઆતના દિવસોમાં, પૂર્ણમે ભૂલથી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી દીધી હતી. આ પછી, તેને પાકિસ્તાની રેન્જર્સે કસ્ટડીમાં લઈ લીધો હતા.

પ્રકાશિત નિતેશ ગોર – 9825812334

Related posts

અંજાર પોલીસ દ્વારા પ્રજા જાગૃતિ માટે 200થી વધુ માસ્ક વિતરણ કરાયા

Kutch Kanoon And Crime

સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે સાંસદશ્રી વિનોદ ચાવડાના જન્મદિન નિમિત્તે આરોગ્ય સુરક્ષા કવચ મફતમાં અપાસે

Kutch Kanoon And Crime

મુન્દ્રા બારોઈ નગરપાલિકાના કાઉન્સિલર અને કોંગી અગ્રણીના પુત્રને ગાંધીધામ બી/ડિવિઝન પોલીસ અને પૂર્વ કચ્છ એલસીબી દ્વારા ઉઠાવી લેવાયો..?

Leave a comment