Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujarat

રાજસ્થાનથી ગુજરાતમાં દારૂની હેરાફેરીનો પ્રયાસ નિષ્ફળ : એલસીબીએ 8.68 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો…

દારૂબંધીને લઈને રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB)એ મોટી સફળતા મેળવી છે. શિહોરી પોલીસ સ્ટેશન હદમાં રતનગઢ-ખોડા આકોલી રોડ પર નાકાબંધી દરમિયાન મારૂતી બ્રેઝા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની 984 બોટલો ઝડપી કુલ 8,68,456/- રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ (IPS), પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે (IPS) તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ સરહદી વિસ્તારમાં દારૂની ગેરકાયદે હેરાફેરી રોકવા એલસીબીની અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હતી. મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે રતનગઢ રોડ પર નાકાબંધી ગોઠવી હતી. આ દરમિયાન GJ-08-BH-8658 નંબરની મારૂતી બ્રેઝા કારને રોકી તપાસ કરતાં અંદરથી વિવિધ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની 984 બોટલો મળી આવી હતી. પોલીસે કારના ચાલક હરચંદભાઈ અમરાભાઈ વજીર (રહે. લાખણી, તા. લાખણી, જી. વાવ-થરાદની ધરપકડ કરી છે, જ્યારે મુકેશભાઈ મોહનભાઈ વજીર ફરાર હોવાનું સામે આવ્યું છે. બંને સામે શિહોરી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન 2,56,456 રૂપિયાની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો, મારૂતી બ્રેઝા કાર અને મોબાઇલ ફોન સહિત કુલ 8,68,456/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઓપરેશન PI ડી.એમ. રાઠોડ, PSI આર.બી. જાડેજા, PSI જે.એસ. ગઢવી તથા એલસીબી પાલનપુરની ટીમે સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.

પ્રકાશિત નીતેશ ગોર ભુજ કચ્છ
અહેવાલ પ્રતિનિધિ આનંદ પરમાર બનાસકાંઠા દ્વારા

Related posts

અંજાર તાલુકાના લાખાપર ગામે આઠ લાખના ખર્ચે પેવર રોડ બનશે

Kutch Kanoon And Crime

ભુજ – માંડવી, વાયા ઢીંઢ : ગરીબોના ઘઉં ચીસો પાડી પાડીને ન્યાય માંગી રહ્યા છે

Kutch Kanoon And Crime

ખીરસરા (કોઠારા)ના ગુમ થયેલા ક્ષત્રિય યુવાનની તિક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરાયેલી લાશ મળી

Leave a comment