Kutch Kanoon And Crime
Breaking NewsGandhidhamGujaratKutch

કંડલા એસઈઝેડમાં ફેક્ટરીમાં ભયાનક આગ : યુનિફોર્મ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં નુકસાન

કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ) ના સેક્ટર 2 માં આવેલી કપડાં બનાવતી ફેક્ટરીમાં આજે અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. યુનિફોર્મ અને અન્ય કપડાં બનાવતી આ ફેક્ટરીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસ ધૂમાડાના ગોટા જોવા મળ્યા હતા. આગની જાણ થતાં જ કંડલા પોર્ટ ટ્રસ્ટની ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી અને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ શરૂ કર્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવી શક્યતા જોવાઈ રહી છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, આગના કારણે ફેક્ટરીમાં મોટું નુક્સાન થયું છે. હાલ કોઈ જાનહાનિ થયાની માહિતી પ્રાપ્ત થઈ નથી. કંડલા એસઈઝેડમાં આવેલા અન્ય ઉદ્યોગો અને કર્મચારીઓમાં પણ આ ઘટનાને લઈને ભયનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર વિભાગ આગના કાબુ કરવા પ્રયાસો કરી રહી છે.

અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

મુંદરા તાલુકામાં સરકારી જમીન પરથી 55 લાખથી વધુના ગેરકાયદેસર દબાણ દૂર કરાયા…

કોરોના મહામારીની ચિંતા વચ્ચે કચ્છ સીમાએથી 150 કરોડ રૂપિયા જેટલો હેરોઇન ઘુસાડવાનો પ્રયાસ

મુન્દ્રા તાલુકાના મુખ્યત્વે ચારણ ગઢવી સમાજની વસ્તી ધરાવતા ઝરપરા ગામે આજે સવારે બહાર આવેલી હત્યાની ઘટનામાં આરોપી પતિએ પણ આત્મહત્યા કર્યાનું બહાર આવ્યું…

Kutch Kanoon And Crime

Leave a comment