Kutch Kanoon And Crime
AnjarBreaking NewsCrimeGujaratKutch

અંજારના GIDC વિસ્તારમાં પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નીમ કોટેડ યુરિયા ખાતરના શંકાસ્પદ જથ્થા સાથે ડ્રાઇવર અને ફેક્ટરી માલિકને પકડી પાડ્યા…

કચ્છ જિલ્લામાં યુરિયા ખાતરની તંગીને લઈને કિસાનોમાં વ્યાપક રોષ સાથે કચ્છમાં સબસીડી સાથે અપાતો સરકારી નીમ કોટેડ યુરિયા ખાતર બારોબાર વેચી નાખવાનું કૌભાંડ ચાલી રહ્યાની ભારતીય કિસાન સંઘ દ્વારા થયેલી રજૂઆતોને સમર્થન આપતી વધુ એક ઘટના સામે આવી છે. અંજાર તાલુકાના લાખાપર ગામ નજીક કિસાનોએ સરકારી નીમ કોટેડ યુરિયા ખાતરનો શંકાસ્પદ જથ્થો ઝડપ્યા બાદ અંજાર ખાતે GIDC વિસ્તારમાં આવેલ એક ફેક્ટરીમાં ઉતારવામાં આવતો નિમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો હતો. રૂપિયા ૪૫ હજારની કિંમતની યુરિયા ખાતરની 264 બોરી સાથે આ જથ્થો લઈ આવનાર ટ્રક ડ્રાઇવર ભરત ચૌહાણ રહેવાસી ટાટા નગર ભચાઉ તથા GIDC વિસ્તારમાં આવેલ અને આ શંકાસ્પદ યુરિયાનો જથ્થો ઉતારાતો હતો, એ લક્ષ્મી પોલીમર્સ નામની ફેક્ટરીના માલિક મૂળ દેવપર યક્ષના પરંતુ માધવ વિલા અંજાર ખાતે રહેતા વિનોદ જયંતીલાલ લીંબાણીને પકડી પાડી પોલીસે પૂછપરછ કરતા આ નિમ કોટેડ યુરિયાનો જથ્થો કકરવાના રામજી આહીર અને મહાદેવ આહીર નામના શખ્સોએ અહીં મોકલવા માટે ટ્રકમાં ભરી આપ્યાનું ખુલ્યું છે. નોંધનીય છે કે બે દિવસ અગાઉ પણ મુન્દ્રાના કિસ્સાનોના પ્રશ્ન જિલ્લા સમાહર્તા પાસે ભારતીય કિસાન સંઘ કચ્છ દ્વારા કરવામાં આવેલ રજૂઆતો વખતે પણ કચ્છમાં સબસીડી યુક્ત નિમકોટેડ યુરિયા ખાતર બારોબાર વેચી નાખવાનું કૌભાંડ ચાલી રહ્યાની આશંકા સાથે તપાસની માંગણી કરી હતી. આ અગાઉ અંજાર તાલુકાના લાખાપર ગામ પાસે પણ કિસાનોએ યુરિયા ખાતરના શંકાસ્પદ જથ્થાને ઝડપી પાડ્યો હતો. આ બંને ઘટનાઓ સ્પષ્ટ સંકેત આપે છે કે કચ્છમાં યુરિયા ખાતર પ્રશ્નએ કંઈક રંધાઈ રહ્યું છે ત્યારે કચ્છમાં આ અંગેની ઊંડી અને તટસ્થ તપાસ કરવાની જરૂર છે એ નોંધનીય છે કે કચ્છમાં છેલ્લા એક મહિનાથી યુરિયા ખાતર મેળવવા માટે કચ્છના કિશાનો હેરાન પરેશાન થઈ રહ્યા છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

રૂ.૧૭૭૬.૯૦ લાખના ખર્ચે ભારાપર અને મમુઆરા ૬૬ કે.વી. સબ સ્ટેશનોનું રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે ભૂમિપૂજન કરાયું

Kutch Kanoon And Crime

ખાવડા પોલીસ સ્ટેશનના અધિકારી વાય.પી. જાડેજા સાથે પોલીસ પાર્ટી પર હુમલો

Kutch Kanoon And Crime

અનલોક-1માં પૂર્વ કચ્છમાંથી 20 લાખના મુદામાલ સાથે દારૂ પકડી પાડતી એલ.સી.બી. : આરોપીઓ ગેરહાજર

Kutch Kanoon And Crime

Leave a comment