અંજાર ખાતે ગઈકાલે ખત્રી ચોક વિસ્તારમાં રહેતા અને મજૂરી કરતા શ્રમણજીવી પરિવારોને બળજબરી પૂર્વક કામ પર લઈ જવાની કોશિશ નાકામ રહ્યા બાદ શ્રમજીવીઓના ઝુંપડાઓને આગ ચાપી જીવતા ભુંજી નાખવાનો પ્રયાસની ઘટનામાં આરોપીને પોલીસે ઝડપી લીધો…
ઝૂંપડા બાંધીને રહેતા અને મજૂરી કરતા શ્રમજીવીઓ પર અત્યાચાર ગુજારવાનો પ્રયાસ કરનાર આરોપી સામે પગલાં લેવાની માગ થવા છતાં પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલ આંખ આડા કાનનું પરિણામ નજર સામે છે સદનસીબે આગ ચંપીની આ ઘટનામાં જાનહાની નથી થઈ પરંતુ જે પ્રમાણે ઘટનાને અંજામ અપાયું છે એ પોલીસ પ્રશાસન માટે આંખ ઉઘારનારી ગંભીર ઘટના છે આ ઘટનામાં જેની સામે આરોપ લગાવાયો છે તે રફીક કુંભાર પકડાઈ ગયો છે. પ્રાથમિક વિગતો પ્રમાણે શ્રમજીવીઓને રફીક હાજી કાસમ કુંભાર મજૂરી કામ માટે લઈ જતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેણે મજૂરોને મજૂરીના રૂપિયા આપવાનું બંધ કરતા મજૂરો તેની સાથે જવા માટે તૈયાર થતા નહોતા આ અંગે બે દિવસ અગાઉ રફીક ત્યાં આવ્યો હતો અને મજૂરોને કામ પર આના કાની કર્યા વગર આવી જવા કહી ગયો હતો અને કામ પર નહીં આવો તો સળગાવી નાખવાની ધમકી આપી ગયો હતો. આ અંગે સ્થાનિક શ્રમજીવીઓએ પોલીસને જાણ કરી હતી તેમ છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં લેવાયા નહોતા. દરમિયાન ગઈકાલે રફીક અહીં આવ્યો હતો અને મજૂરોને ધાક ધમકી આપી પોતાની સાથે લઈ આવેલ પેટ્રોલ જેવો પદાર્થ ઝૂપડાઓમા છાંટી આગ ચાંપી દીધી હતી. આ અંગે ફરિયાદી બદરી લાલે વિનંતી કર્યા છતાં આરોપીએ રીતસર અહીં ઝુપડાઓમાં આગ લગાડી દઈ નાસી છૂટયો હતો. આ આગમાં જોકે જાનહાની થઈ નથી પરંતુ શ્રમજીવીઓના બાળકોના જીવ માંડ માંડ બચ્યા છે અને શ્રમજીવીઓની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે આ ઘટનાએ સમગ્ર કચ્છમાં હાહાકાર મચાવી દીધો છે. આ ઘટનાને જે રીતે અંજામ અપાયો છે એ અત્યંત ગંભીર બાબત છે જેની પોલીસે ગંભીર રીતે નોંધ લેવી જોઈએ તેવી લાગણી આમ જનતા વ્યક્ત કરી રહી છે આરોપીએ જે રીતે આ કૃત્યને અંજામ આપ્યું છે એ જોતા તે સમગ્ર દેશમાં ચકચારી સંદેશખાલી ઘટના ક્રમનો સૂત્રધાર શાહજહા શેખ બનવા ઇચ્છતો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે ત્યારે અંજારનો રફીક કુંભાર સંદેશખાલીનો સાહજહા શેખ બને તે પહેલા તેની (કાયદા મુજબ) કમર તોડી નાખવી અત્યંત જરૂરી છે. નોધનીય છે કે પોલીસ પ્રશાસનની ગંભીર બેદરકારીના કારણે આવા તત્વો માથું ઊંચકી રહ્યા છે અને નિર્દોષ અને ગરીબ લોકોને રંજાડી રહ્યા છે આ અંગે પૂર્વ કચ્છ પોલીસ વડા જાતે કેશનું નિરીક્ષણ કરી અધિકારીઓને કડકમાં કડક સૂચનાઓ આપી આરોપીને કડક સજા થાય અને બીજું કોઈ આવું કૃત્ય કરતા વિચારે તેવા મજબૂત પુરાવા અને કાગળિયાં તૈયાર કરવા જોઈએ.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334