Kutch Kanoon And Crime
GujaratKutchPoliticsSpecial Story

મોદીજીના જન્મદિન નિમિત્તે સાંસદ તથા કચ્છ જિલ્લા ભા.જ.પ યુવા મોર્ચા દ્વારા ‘સાંસદ ખેલ સપ્તાહ’

આપણા ગૌરવશાળી રાષ્ટ્ર નેતા અને યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૩’માં જન્મદિવસ નિમિત્તે કચ્છના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભા.જ.પા., ના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાએ તેમના દિર્ઘાયુ માટે અને આવનાર વર્ષોમાં ભારતને વિશ્વગુરૂ બનાવનાર મોદીજીને શુભકામના પાઠવતા લોકસભા પરિવાર અને કચ્છ જિલ્લા ભા.જ.પા. યુવા મોર્ચા દ્વારા ‘સાંસદ ખેલ સપ્તાહ’ નું આયોજન કરેલ છે. વિશેષ માહિતી આપતા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ભારતને નવી ઉંચાઈએ લઈ જવાના મોદીજીના સંકલ્પને સાર્થક કરવા દેશભરમાં યુવાનોમાં થનગનાટ છે અને તેમના જોમ અને જુસ્સાને વાંચા આપવા માટે કચ્છમાં ‘સાંસદ ખેલ સપ્તાહ’ નું આયોજન તા.૧૦/૦૯/૨૦૨૩ થી મોદીજીના જન્મદિવસ તા.૧૭/૦૯/૨૦૨૩ સુધી કરવામાં આવેલ છે. જેમાં ટ્રેકિંગ, મેરેથોન દોડ, કબડ્ડી, વોલીબોલ, બોક્ષ ક્રિકેટ, રસ્સા ખેંચ, લાંબી કુદ સ્પર્ધાઓ તથા લોક સ્વાસ્થ્યને ધ્યાને રાખી હેમોગ્લોબીન, બ્લ્ડ ગ્રુપ ચેકઅપ, કૃપોષિત બાળકોને કીટ વિતરણ, દિવ્યાંગ બાળકોને સાધન સહાય, બ્લડ ડોનેશન જેવા સેવા કાર્યોનું આયોજન કરવામાં આવેલ છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યા…

મુન્દ્રાના પ્રાગપર ચોકડી પાસેથી ૭.૬૯ લાખની કિંમતના ચરસના જથ્થા સાથે અબડાસાના રાપર ગઢવાળીના શખ્સ સહિત ત્રણ ઈસમો ઝડપાયા

Kutch Kanoon And Crime

વાગડ વિસ્તારમાં એડવોકેટની હત્યામાં CCTVના આધારે શંકાસ્પદ શખ્સના ફોટો ગ્રાફ્સ પોલીસે જાહેર કર્યા

Kutch Kanoon And Crime

Leave a comment