પશ્ચિમ કચ્છ પોલીસની ગુના શોધક શાખાનું સફળ ઓપરેશન
બે દિવસની રિમાન્ડ પૂરી થતાં વડોદરાથી પકડાયેલ સ્નેહલ ઉર્ફે વિધિ ઉર્ફે રિદ્ધિ વસાવા નામની યુવતીના રિમાન્ડ પુરા થતા ગળપાદર જેલમાં મોકલાયાની સાથે ચકચારી હની ટ્રેપ મામલાની માસ્ટરમાઈન્ડ મનીષા ગોસ્વામી હજુ રિમાન્ડ પર છે ત્યારે આજે ફરી એક વખત પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની ગુના શોધક શાખાની પાલારા જેલમાં દરોડો પાડી મહિલા કેદીઓના વોર્ડમાંથી એક મોબાઇલ એક ચાર્જર અને બે સીમ કાર્ડ કબજે કરાતા સનસનાટી મચી ગઈ છે. જોકે આ મોબાઈલ ચાર્જર અને સીમકાર્ડ બિન વારસો મળ્યા છે પરંતુ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હની ટ્રેપ કાંડની માસ્ટરમાઈન્ડ મનીષા ગૌસ્વામીની પૂછપરછમાં આ હકીકત સામે આવ્યાની સાથે જેલમાં મનીષાની ગેરહાજરીમાં રેડ કરીને મોબાઈલ સીમકાર્ડ સહિતની સામગ્રી કબ્જે કરાયાનું સત્તાવાર જાણવા મળે છે. માહિતગારોના જણાવ્યા પ્રમાણે આરોપી મહિલા મનીષા ગૌસ્વામીની પૂછપરછમાં આખરે તેણે વટાણા વેરી દીધાનું અને તેના કારણે આ મોબાઈલ ચાર્જર અને સીમકાર્ડ કબ્જે થયાનું મનાય છે. જોકે કબ્જે થયેલ મોબાઈલ અને સીમકાર્ડ મનીષા ગૌસ્વામીના જ છે એ વાતને સત્તાવાર રીતે સમર્થન નથી અપાયો, પરંતુ આ મોબાઇલ અને સીમકાર્ડ કબ્જે થયાની સાથે જ જેલની બહાર બેઠેલા કેટલાક સજ્જનોમાં હલચલ સ્પષ્ટ દેખાવા લાગી છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334