Kutch Kanoon And Crime
GujaratBhujKutchSpecial Story

ભૂજ એ/ડિવિઝન પોલીસે સવા બે લાખનો સોનાનો ઢાળ શોધી કાઢ્યો

તારીખ 4/10/22 સાંજના સમય ભૂજ એ/ડિવિઝન વિસ્તારમાં આવતા સુહાગ રિંગ રોડ પાસે નિતીન જે.સોનીનામના વેપારી જેઓ પોતાની જ્વેલર્સની દુકાન નીતિનભાઈ જેન્તીભાઈ સોનીની સોનાની ઢાળ વજન 47 ગ્રામની લઈને જઈ રહ્યા હતા ત્યારે તેઓની પાસે રહેલ સોનાની ઢાળ ક્યાંક પડી ગયેલ હોય જેની નોંધ તેઓએ ભુજ એ/ડિવિઝન પોલીસમાં કરાતા પોલીસ ઇન્સ્પેક્ટર આર.આઈ. સોલંકીની સૂચના અને માર્ગદર્શન મુજબ સર્વિલન્સ ટીમ સ્ટાફના માણસોએ બનાવ સ્થળની જગ્યા પર જઈ CCTV ફૂટેજ ચેક કરી સોનાની ઢાળ શોધી કાઢી વેપારીને સુપ્રત કરી હતી. આ કામગીરીમાં એ/ડિવિઝન પી.આઇ., આર.આઇ. સોલંકી, તેમજ સર્વેલન્સ સ્ટાફના ASI કરણસિંહ પી. ઝાલા, પો.હેડ. કોસ્ટે., મહિપાલસિંહ એન. જાડેજા, પો.હેડ. રણજીતસિંહ કે. જાડેજા, જીવરાજ વી. ગઢવી, જયદેવસિંહ જે. જાડેજા વગેરે જોડાયા હતા.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

કુકમાના મહિલા સરપંચ વતી તેમના પતિ સહિત ત્રણ ઈસમો રૂપિયા ચાર લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા

Kutch Kanoon And Crime

મીઠીરોહરના માથાભારે શખ્સને તડીપાર : ગાંધીધામ બી ડિવિઝન પોલીસની કડક કાર્યવાહી…

Kutch Kanoon And Crime

પૂર્વ ક્ચ્છના નામાંકિત વકીલ હેતલ સોનપાર અને વિનોદ મકવાણાની દલીલો કામે લાગી : બે અલગ અલગ કેશોમાં જામીન મુક્ત કરાવ્યા

Kutch Kanoon And Crime

Leave a comment