Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGandhidhamGujaratKutch

મીઠીરોહરના માથાભારે શખ્સને તડીપાર : ગાંધીધામ બી ડિવિઝન પોલીસની કડક કાર્યવાહી…

પૂર્વ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસે વધુ એક કડક કાર્યવાહી હાથ ધરી છે. મિલકત તથા શરીર સંબંધિત ગુનાઓમાં વારંવાર સંડોવાતા મીઠીરોહર ગામના એક માથાભારે શખ્સને કચ્છ સહિત ચાર જિલ્લાઓની હદમાંથી તડીપાર કરવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ અનુસંધાનમાં અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની સૂચના મુજબ ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજિયાએ માથાભારે શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, મીઠીરોહર ગામના કાસમ ઉર્ફે ગુડબો જુમા સોઢા (ઉંમર ૨૦ વર્ષ) સામે મિલકત અને શરીર સંબંધિત અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તડીપારની દરખાસ્ત તૈયાર કરીને અંજારના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે દરખાસ્તને મંજૂરી આપતાં આરોપીને કચ્છ જિલ્લાની સાથે સાથે મોરબી, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાની હદમાંથી પણ તડીપાર કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપીને હસ્તગત કરીને તડીપારના આદેશનો અમલ કરાવ્યો હતો.

તડીપાર કરાયેલા આરોપી…
કાસમ ઉર્ફે ગુડબો જુમા સોઢા (ઉંમર ૨૦ વર્ષ)
રહેવાસી મીઠીરોહર, તાલુકો ગાંધીધામ…

આરોપી સામે નોંધાયેલા મુખ્ય ગુનાઓ…
ભારતીય ન્યાય સંહિતા હેઠળનો ગુનો, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ હેઠળના ત્રણ અલગ-અલગ ગુનાઓ…

આ સમગ્ર કામગીરી ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એન. વાઢિયા અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

Related posts

થર્ડ ડીગ્રી પૂછતાછથી ટેવાઈ ગયેલ ગોંડલનો ખૂંખાર અપરાધી “ડોંગા” સાગરીતો સાથે પાંચ દિવસના રીમાન્ડ પર

Kutch Kanoon And Crime

માંડવી ઢુવા રખાલમાંથી ઝાડીઓમાં લટકતી લાશ મળી આવી : માંડવી પોલીસે તપાસ હાથ ધરી

Kutch Kanoon And Crime

ખાખીધારી એટલે કે પોલીસ અધિકારીઓમાં પણ સંવેદના હોય છે : જુનાગઢ ડી.વાય.એસ.પી એક ઉદાહરણ

Leave a comment