◆ મુન્દ્રા બંદરેથી સસ્તા ભાવે સ્ક્રેપ અપાવવાનું કહી મુંબઈના બે વેપારીઓ સાથે ૯ લાખની ઠગાઈ કરનાર બે શખ્સોને મુન્દ્રા પોલીસે પકડી પાડયા…
અઠવાડિયા અગાઉ મુન્દ્રા પોલીસ સ્ટેશને નોંધાયેલી ઠગાઈની ફરિયાદ અને થોડા દિવસ અગાઉ ગત તારીખ ૨૩મી જુને મુંબઈના બે સ્ક્રેપના વેપારીઓને સસ્તા ભાવનો સ્ક્રેપ મુન્દ્રા બંદરેથી અપાવવાનું કહીને રૂપિયા 9.27 લાખની ઠગાઈ કરનાર મસ્કાના એક યુવાન સહિત બે જણાને મુન્દ્રા પોલીસે પકડી પાડયા હતા પકડાયેલા બંને ચિત્રો પાસેથી 5.50 લાખ રોકડ રિકવર કરવામાં આવેલ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મુંબઈના ભિવંડી ખાતે રહેતા અને સ્ક્રેપનો વેપાર કરતા રાજુભાઈ સોની નામના વેપારી અને તેના ભાગીદાર સાથે બનેલી ઠગાઇની ઘટનાની વિગત એવા પ્રકારની છે કે માંડવીના મસ્કા ગામ નો જાવેદ રમજુ સુમરા અને માધાપર રહેતા મૂળ મહેસાણાના રમેશ અમૃતલાલ પટેલ સાથે ભેટો થયો હતો આ બંને જણાએ રાજુ સોનીને મુન્દ્રા બંદરેથી સસ્તા ભાવે સ્ક્રેપ અપાવવાનું કઈ 9.27 લાખ રોકડ લઈ ફરાર થઈ ગયા હતા. આ મામલે ૭મી ઓગસ્ટે મુન્દ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ બોર્ડર રેન્જ આઈ.જી.અને પશ્ચિમ કચ્છ એસપીની સુચના અને માર્ગદર્શન મુન્દ્રા પોલીસે રૂપિયા 9.27 લાખની ઠગાઈ કરનાર બંને આરોપીઓને પકડી પાડી તેઓના કબ્જામાંથી રૂપિયા 5.50 લાખ રોકડ કબજે કરી હતી આ બંને આરોપીઓને હવે અદાલતમાં રજૂ કરી રિમાન્ડ માગવામાં આવશે જેમાં વધુ કેટલીક ઠગાઈના કિસ્સા બહાર આવવાની શકયતા જોવાય છે.
અહેવાલ : સમીર ગોર મુન્દ્રા દ્વારા
પ્રકાશીત નિતેશ ગોર – 9825842334