Kutch Kanoon And Crime
Breaking NewsBhujGujaratKutchSpecial Story

ભૂજમાં મહિલાઓ સુરક્ષિત છે, કેમ કે વિરાંગના સ્પેશીયલ સ્કોડ ટીમ તૈનાત છે

ઘરેલુ હિંસાના કેસોનું સોલ્યુશન હોય કે દિવસ રાત પેટ્રોલીંગ હોય કે પછી માસ્ક ચેકીંગ દરમ્યાન દારૂ પકડવું, આ વીરાંગના સ્કોડ ટીમ હર હંમેશાં તૈનાત હોય છે. થોડા દિવસ અગાઉ ભૂજ બી/ડીવિઝન પોલીસની હદમાં આવતા લખુરાઈ ચાર રસ્તા પાસે માસ્ક ચેકીંગ દરમ્યાન અંગ્રેજી દારૂની પેટીઓ બૂટલેઘર સાથે પકડી પાડનારી આ વીરાંગના સ્કોડ ટીમને પશ્ચિમ ક્ચ્છ એસ.પી. સૌરભસિંઘ દ્વારા સમય ફાળવી આખી ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને હા આ વીરાંગના ટીમ અભિનંદનને પાત્ર પણ છે, કેમ કે તેઓની એક અલગ અને પ્રસંશની કામગીરી હોય છે. ત્યારે ગઈ કાલે રાત્રે વીરાંગના ટીમ દ્વારા માનવ સેવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં એક માનસિક અસ્વસ્થ મહિલાને બાઇક પર બેસાડી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે સહી સલામત મુકવામાં આવી હતી. આ કામગીરી પશ્ચિમ કચ્છ પોલીસની વિરાંગના સ્પેશીયલ સ્કોડ ભુજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે સોમવારે રાત્રે એક મહિલા જોવા મળી આવી હતી જે મહિલાની પૂછ પરછ કરતા આ મહિલા માનસિક અસ્વસ્થ સ્થિતિમાં લાગતા આ વીરાંગના ટીમ દ્વારા ઉપલા અધિકારીઓને જાણ કરાયા બાદ આ મહિલાની વધુ પૂછપરછ કરતાં પોતે નિરાધાર હોવાનું જાણવા મળ્યું હતું અને તેમનું નામ ચંપાબેન હોવાનું જણાવ્યું હતું જે મહિલાની સુરક્ષા અને સલામતી માટે આ વીરાંગના ટીમે ચંપાબેનને બાઈક પર બેસાડી ઉપલી અધિકારીઓની સૂચના પ્રમાણે કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે સુરક્ષિત મૂકી આવ્યા હતા.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

અંજાર ખાતે SBI બેન્કના ATM સેન્ટરમાં સિક્યુરિટી ગાર્ડની રહસ્યમય હત્યા

Kutch Kanoon And Crime

પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ધરણાં કરનાર મારાજ હવે ગાંજાના કેશમાં પકડાયા…

Kutch Kanoon And Crime

ગાંધીધામમાં “હિટ & ડેથ” એસ.પી.ઓફીસ નજીક અકસ્માતમાં કાર ચાલકે બે જણાનો જીવ લીધો

Kutch Kanoon And Crime

Leave a comment