Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutch

માનકુવા પોલિસે વધુ એક લગ્ન પ્રસંગ સામે નિયમભંગ બદલ કાર્યવાહી કરી

ભૂજ તાલુકાના સુખપર નજીક વૃંદાવન રીસોર્ટમાં ઉજવાતા લગ્નમાં પોલીસ પહોંચી નિયમભંગ કરનાર સામે ફરીયાદ નોંધી છે. માનકુવા પોલિસને મળેલી બાતમીના આધારે માનકુવા પોલિસ સુખપર – માનકુવા વચ્ચે આવેલ વૃંદાવન રીસોર્ટ પર પહોંચી હતી જ્યા લગ્ન પ્રસંગે હાલના નિયમોને નેવે મૂકી મોટી સંખ્યામા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ થયેલ હોઇ વૃંદાવન રીસોર્ટના મેનેજર કિશોર વેલજી હિરાણી તથા લગ્નનુ આયોજન કરનાર લાલજીભાઇ વિશ્રામભાઇ કેરાઇ સામે માનકુવા પોલિસ મથકે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અગાઉ માનકુવા પોલિસે સામત્રા ગામે આયોજીત એક દાંડીયારાસના કાર્યક્રમ પર કાર્યવાહી કરી હતી અને નિયમ કરતા વધુ લોકો એકત્ર થતા અનીલપુરી રમેશપુરી ગોસ્વીમી વિરૂધ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ કરી હતી. કોરોના સંક્રમણ વધતુ અટકાવવા માટે લોકડાઉન સાથે ધાર્મીક સામાજીક કાર્યક્રમો પર સરકારે નિયમો બનાવ્યા છે છંતા ઉત્સાહમાં નિયમોનો ભંગ થતો હોય જેમાં સામે પોલિસ કડક કાર્યવાહી કરી રહી છે. આ કામગીરીમાં માનકુવા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. બારોટ સાથે સ્ટાફ રહ્યો હતો.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

કુકમાના મહિલા સરપંચ વતી તેમના પતિ સહિત ત્રણ ઈસમો રૂપિયા ચાર લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા

Kutch Kanoon And Crime

હવેથી બન્નીના ઘાસના મેદાનોમાં ચિત્તા જોવા મળશે…

Kutch Kanoon And Crime

આવા મૌલાનાને કડક સજા મળે તે માટે મુસ્લિમ સમાજના આગેવાનોને આગળ આવવાની જરૂર છે…

Kutch Kanoon And Crime

Leave a comment