Kutch Kanoon And Crime
Breaking NewsAnjarCrimeGujaratKutch

અંજાર પોલીસે રેડ દરમ્યાન એક આરોપી સાથે 25 લાખ 20 હજારનો ઇંગ્લિશ દારૂ શોધી કાઢ્યો

પૂર્વ કચ્છના અંજાર સીમમાં આવેલી શાંતિલાલ શામજી ડાંગર, મુકેશ લખુ ડાંગર રહે. બન્ને સાપેડા તાલુકો અંજાર જેના કબ્જા ભોગવટાની વાડીમા મનુભા વીઠુભા વાઘેલા રહે. પડાણા તાલુકો ગાંધીધામ વાળાએ વાડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી અંજાર પી.આઈ એમ.એન. રાણાને મળી હતી અને તાત્કાલીક અંજારથી સાપેડા જતા એચ.પી. પેટ્રોલપંપ રોડ પર અંજાર સીમમાં આવેલી વાડીમાં રેડ પાડી હતી જયાંથી ઈંગ્લીશ દારૂની ૬૦૦ પેટીઓ જપ્ત કરી હતી જેમાં ૭૫૦ એમ.એલ. ની ૭,૫૦૦ બોટલ કિંમત રૂ.૨૫,૨૦,૦૦૦ અને અલ્ટો કાર, બે બાઇક, એક મોપેડ અને ત્રણ મોબાઈલ મળી કુલ ૨૭, ૮૦, ૫૦૦/- ના મુદ્દામાલ સહિત આરોપી શાંતિલાલ ઉર્ફે પટેલ શામજી ડાંગર ઉ.વર્ષ.૪૫ રહે. સાપેડા તાલુકો અંજાર વાળાને ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે મુકેશ લખુ ડાંગર રહે. સાપેડા અને મનુભા વિઠુભા વાઘેલા રહે. ગડપાદર તાલુકો ગાંધીધામ રેડ પડ્યાં પહેલા નાસી ગયા હતા જેને ઝડપી લેવા પોલીસે કામગીરી આદરી છે આ કામગીરીમાં અંજાર પોલીસ મથકના પી.આઈ., એમ.એન રાણા સાથે પોલીસ સ્ટાફ જોડાયો હતો.

અહેવાલ : અંજાર બ્યુરો

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ગોવા ટુ અંજાર થઈને 10 કરોડની ખંડણી ફેઇમ ચકચારી હનીટ્રેપ મામલે પાલારા જેલમાં બંધ રમેશ જોષીએ માંગેલા વચગાળાના જામીન ના મંજૂર

અબડાસાના દરિયાકાંઠેથી વધુ એક વિસ્ફોટક મળી આવ્યો

Kutch Kanoon And Crime

અનલોક-1નો ફાયદો ઉપાડવા જતા બુટલેગરે ઘરમાં રાખેલ 1,51,200/-નો દારૂ શોધી કાઢતી ભુજ શહેર એ/ડીવીઝન

Kutch Kanoon And Crime

Leave a comment