Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutch

ભુજ તાલુકાના એક સમૃદ્ધ ગામના સરપંચના રંગીન મિજાજી ખેલમાં ગામ બન્યું નધણીયાતું

વાત એમ છે કે ભુજ તાલુકાના સમૃદ્ધ એવા એક ગામના  સરપંચના રંગીન ખેલ પાધરા થવા લાગ્યા છે. પોતાની મોજ શોખ વાળી જિંદગીથી ટેવાયેલા આ સરપંચ ઘર કંકાસના લીધે બે દિવસ અગાઉ ગાયબ થઈ ગયા હતા અને પોતાના ગામ નજીકથી દવા પીધેલી હાલતમાં બેહોશ મળી આવ્યા બાદ તેઓને સારવાર માટે ભુજની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતા તેઓ પર સારવાર શુરું કરાઈ હતી જેથી તેઓનો જીવ બચી ગયો હતો. આ સરપંચ રંગીન મિજાજી છાપ આ વિસ્તારમાં ધરાવે છે આ રંગીન મિજાજના લીધે કોઈ સ્ત્રી મિત્ર સાથે ખેલ કરાતા આ ખેલમાં બરોબરના હલવાઈ ગયા છે અને હવે તેઓના ઘરે પણ કંકાસ થવા લાગી છે આ સરપંચે પોતાની વગનો દુરુપયોગ કરી ખેલેલા રંગીન ખેલ તાલુકાના ગામોમાં ધીમે ધીમે પ્રકાશિત થવા લાગ્યા છે. જેના પાપે તેઓ ગાયબ થઈ ગયા અને ઝેરી દવા પી ગયા હતા જોકે આ મહાસયને જે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા એ હોસ્પિટલના સતાવાળાઓ દ્વારા એમ.એલ.સી. કરાવવામાં આવી છે કે કેમ તે પોલીસ તપાસનો વિષય છે પણ પોલીસ દ્વારા આવી કોઇ એમ.એલ.સી.ની નોંધ કરાઈ નથી તે વાત સામે આવી છે તો જ્યારે પણ આવા કિસ્સા બને છે ત્યારે આવા કિસ્સાઓમાં ખાનગી હોસ્પિટલના સતાવાળાઓ દ્વારા પોલીસને જાણ કરાતી નથી જેનું કારણ શું હોઈ શકે જે નોંધવા જેવી બાબત છે હવે આ મહાશય સરપંચની તબિયત બરોબર જણાતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવાયુ છે. આ રંગીન મીજાજી સરપંચના અનેક કારનામાઓ હવે એક પછી એક બહાર આવે તેવી શક્યતા જોવાઈ રહી છે નોંધનીય છે કે સંબંધિત સરપંચ જમીન કૌભાંડોમાં સંડોવાયેલા હોવાનું મનાય છે અને પોતાનું જમીના કૌભાંડો છતા ન થાય તે માટે અનેકને પ્રસાદીરૂપે રાજી કર્યાનું મનાય પણ છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

પૂર્વ કચ્છમાં તમાકુની તલપમાં યુવકની હત્યા થઈ

રાજકોટની હોટલમાં પ્રેમિકાની હત્યા કર્યા બાદ એસિડ પી લેનાર ક્ચ્છના પ્રેમીનું 17 દિવસની સારવાર બાદ મૃત્યું

Kutch Kanoon And Crime

પ્રધાનમંત્રીની બોડી લેંગ્વેજમાં આવેલ અચાનક બદલાવ..!!!

Kutch Kanoon And Crime

Leave a comment