ગફુરજી ઠાકોરને ATS ની ટીમે તેના ગામડેથી ઝડપી પાડી પશ્ચિમ ક્ચ્છ પોલીસની તપાસ ટીમને સુપ્રત કર્યા બાદ અહીં પકડાયેલા શંભુ ઝરૂને પણ અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવી જેમાં તે બનેના મુન્દ્રા કોર્ટે 18/2 બપોરના 3 વાગ્યા સુધીના રિમાન્ડમાં મોકલ્યો છે મુન્દ્રા પોલીસ મથકમાં કસ્ટોડિયલ ડેથના મામલામાં વધુ એક આરોપીની સંડોવણી સામે આવી છે. જેમાં મુંદરા પોલીસમાં GRD જવાન તરીકે ફરજ બજાવનાર શખ્સને સ્થાનિક પોલીસે મુંદરામાંથી ઉપાડ્યો છે. મુંદરા કસ્ટોડિયલ ડેથના કેસની તપાસ ચલાવતા ડીવાયએસપી શ્રી પંચાલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, સમગ્ર કેસની તપાસમાં મુંદરા પોલીસ મથકે GRD જવાન તરીકે ફરજ બજાવતા શંભુ દેવરાજભાઈ ઝરૂની સંડોવણી સામે આવતા તેની પણ ધરપકડ કરાઈ છે. મુંદરામાં જ રહેતા આ આરોપીને તપાસનીશ ટીમે ઝડપી પાડ્યો છે. શ્રી પંચાલે વધુમાં ઉમેર્યું હતું કે, શંભુ GRD જવાન તરીકે ફરજ બજાવતો હતો અને અન્ય આરોપીઓ સાથે તપાસમાં કામગીરી બજાવતો હતો. આ ગુનાની વાત કરીએ તો આરોપી શંભુ મુખ્ય આરોપીઓ સાથે પ્રાગપર ચોકડી પર ગયો હતો અને મદદગારી કરી હતી. શંભુનો રોલ આ કેસમાં મુખ્ય આરોપીઓને મદદગારી કરવાનો છે. તપાસમાં આ બાબત ધ્યાને આવતા વધુ એક નામનો ઉમેરો થયો છે અને તાત્કાલિક અસરથી આરોપીની અટક કરવામાં આવી છે. તો ATSએ ઝડપેલા આરોપીનો પણ કબ્જો મેળવ્યો છે અને બન્ને આરોપીઓને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું જેમાં આ બંનેને તારીખ 18/2 ના બપોરના 3 વાગ્યા સુધીના રિમાન્ડ મુન્દ્રા કોર્ટે આપ્યા છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334