Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

LCBના તેડાથી ભયભીત થઈને ઝેરી દવા પી લેનાર સમાઘોઘાના યુવાને આરોપી કાર લઇ ગયો ત્યાં સુધી મૌન કેમ ધર્યું હતું…?

મુન્દ્રા પોલીસ કસ્ટોડિયન ડેથ મામલે આરોપી એવા સમાઘોઘા ગામના માજી સરપંચ જયવીરસિંહ જાડેજા કાર લઇ ગયા પછી LCBને મળેલી બાતમીના આધારે વિપુલસિંહ તખુભા જાડેજા નામના યુવાનને સ્ટેટમેન્ટ માટે LCBમાં બોલાવાતા તેણે ઝેરી દવા પી લીધી હતી જોકે તેને સમયસર સારવાર માટે ખસેડાતા તે સ્વસ્થ થઈ ગયા છે તેમની પૂછપરછમાં એવી સ્પષ્ટતા કરાઈ છે કે મુન્દ્રા ચકચારી પ્રકરણમાં સંડોવાયેલા મનાતા ગામના માજી સરપંચ જયવીરસિંહ જાડેજા તેની પાસેથી બગદાણા જવાનું છે કહીને કાર લઇ ગયો હતો અને તે ફરાર થઇ ગયો છે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં આ ઘટનાના એક અઠવાડિયા પછી આ ઘટના બની હતી અને જયવીરસિંહનું નામ આ પ્રકરણમાં બહાર આવતા તે વિપુલસિંહની કાર લઇ ભાગી ગયો હતો તેમ વિપુલસિંહે જણાવ્યું છે પરંતુ સવાલ એ થાય કે વિપુલસિંહ પાસેથી આરોપી જયવીરસિંહ બગદાણા જવાનું કહીને કાર લઇ ગયા પછી ફરાર થઈ ગયો અને ત્યારબાદ મુન્દ્રા ચકચારી પ્રકરણમાં તેનું નામ સત્તાવાર રીતે જાહેર થયા પછી અને જયવીરસિંહ લાપતા થઈ ગયાનું સ્પષ્ટ થયા પછી વિપુલસિંહે પોતાની કાર લઈ જયવીરસિંહ ફરાર થઇ ગયો છે તેવી કોઈ ફરિયાદ અથવા જાણ પોલીસને કરી હતી કે કેમ આ એક સવાલ ઉઠ્યા વિના રહેતો નથી અને જો LCBને બાતમી મળી હોય અને પછી વિપુલસિંહને પૂછપરછ માટે બોલાવ્યો હોય તો વિપુલસિંહે આ વાત કેમ છુપાવી રાખી હતી. આ એક સવાલ થવાનો જ, ત્યારે ફરાર આરોપી એવા માજી સરપંચ જયવીરસિંહના સંપર્કમાં હજુ કેટલા જણા છે એની તપાસ કરવી જોઈએ. ઉપરાંત ફરાર આરોપી જયવીરસિંહ વિપુલ સિંહની કાર નંબર GJ12 DG 5252 થી ગયો છે ત્યારે આ કારને ક્યાંક તો રાખી હશે જેની શોધખોળ થાય તો પણ આરોપીના સગડ મળી શકે તેમ છે. આ ઉપરાંત વિપુલસિંહ જાડેજાઅે પોતાની કાર લઇને જયવીરસિંહ ફરાર થઇ ગયો છે અને બગદાણાનું કહીને ગયો છે ત્યારે કાયદાકીય રીતે આ વિશ્વાસઘાત ગણાય ત્યારે વિપુલસિંહ જાડેજાએ આ અંગે જયવીરસિંહ જાડેજા સામે વિશ્વાસઘાતની ફરિયાદ કરવી જોઈતી હતી અથવા કરવી જોઈએ પરંતુ તેમણે એવી કોઈ ફરિયાદ કર્યું હોય તેવું જણાતું નથી એ પણ સૂચક છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

મુન્દ્રા કસ્ટોડિયલ ડેથના ફરાર આરોપીઓ પૈકી માજી સરપંચ જયવીરસિંહ લોનાવાલા ખાતેથી ઝડપાઇ ગયો..

Kutch Kanoon And Crime

શૈલેન્દ્રસિંહ અનુપસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજનું નામ રોશન કર્યું : પી.એચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી

Kutch Kanoon And Crime

બ્રેકિંગ ન્યુઝ…. ખીરસરાના યુવાનની હત્યા મામલે બે પરપ્રાંતીય સહિત ત્રણ શકમંદોને ઉઠાવાયા….?

Kutch Kanoon And Crime

Leave a comment