મુન્દ્રા તાલુકાના ભોરારા ગામના વતની અને હાલે ભુજમાં રહેતા એવા શૈલેન્દ્રસિંહ અનુપસિંહ જાડેજા ભૂજ તાલુકાના ઢોરી સરકારી હાઈસ્કૂલમાં અંગ્રેજી વિષય પર શિક્ષક તરીકે ફરજ બજાવી શિક્ષણ આપી રહ્યા છે. શૈલેન્દ્રસિંહ અનુપસિંહ જાડેજા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ડો. જી.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ધ પોર્ટરાયલ ઓફ રૂરલ લાઈફ ઇન ધ સિલેક્ટ શોર્ટ સ્ટોરીઝ ઓફ આર.કે. નારાયણ, મુન્શી પ્રેમચંદ એન્ડ પન્નાલાલ પટેલ, એ કમ્પેરેટિવ સ્ટડી શીષર્ક સાથે પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરેલ છે. આ સાથે તેઓ શિક્ષણ ક્ષેત્રે ઉતરોતર પ્રગતિ કરે અને કચ્છ તેમજ ક્ષત્રિય સમાજનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ મળી રહી છે શૈલેન્દ્રસિંહ અનુપસિંહ જાડેજાને તેમના પરિવાર અને મિત્ર વર્તુળ તેમજ કચ્છથી શુભેચ્છાઓ મળી રહી છે.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334