Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutch

લૂંટારુઓની ક્ચ્છ પોલીસને ખુલ્લી ચેલેન્જ : એકનું ભેદ ઉકેલાયું ત્યાં ભુજમાં દિન દહાડે સોનાની લૂંટની ઘટના

લૂંટારુઓ બેખોફ બનીને લૂંટને અંજામ આપી રહ્યા છે પણ હા પોલીસની કામગીરી કબીલેદાદ હોય તેમ પકડાઈ પણ જાય છે પણ આવા લૂંટારુઓને આટલી હિમ્મત કઈ રીતે આવી જાય છે..? શુ આ લૂંટારુઓ પાછળ કોઈ સ્થાનિકની સંડોવણી તો નથીને…? જિલ્લાના પાટનગર ભુજનું આજે સ્થાપના દિવસ છે ત્યારે ભૂજ વાસીઓ આ ઉજવણીમાં મશગુલ હતા તેવામાં આજે વધુ એક સોની વેપારી ભોગ બની જતા ખળભળાટ મચી જવા પામી છે. જિલ્લા પંચાયત સામે આવેલી સોની વેપારીની પેઢીમાં થયેલી તસ્કરીનો ભેદ હજુ માંડ ઉકેલાયો છે, ત્યાં હોસ્પિટલ રોડ પર વધુ બનાવ સામે આવતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ હોસ્પિટલ રોડ પર આવેલી બેન્ક ઓફ ઈન્ડિયાની બાજુમાં કે.પી જ્વેલર્સ નામની પેઢી ધરાવતા કિશોરભાઈ પ્રેમજી સોલંકી સાથે લૂંટનો બનાવ બન્યો હતો. પોલીસ સુત્રોએ આપેલી માહિતી મુજબ કિશોરભાઈ સોની બપોરે 2 : 30 વાગ્યાના અરસામાં પોતાની એક્ટિવામાં સોનાના દાગીનાનો થેલો મુકીને ઘર તરફ જતા હતા. તે દરમિયાન હોસ્પિટલ રોડથી શારદા સોસાયટી તરફ જતા માર્ગે લૂંટનો બનાવ બન્યો હતો જેમાં એક્ટિવામાં રાખેલો થેલો જમ્પ પર પડી ગયો હતો. તે દરમિયાન જ સતત તેઓનો પીછો કરી રહેલા બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ વેપારીની આંખમાં મરચાની ભુકી નાખી થેલાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે વેપારીના થેલામાં અંદાજે 10 ગ્રામ સોનાના દાગીના અને મોબાઈલ ફોન હતો. વેપારી સાથે થયેલી લૂંટની ઘટનાને પગલે ભુજના હોસ્પિટલ રોડ પર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે ડી.વાય.એસ.પી., જે.એન પંચાલ, ભુજ શહેર બી/ડિવિઝન, એલ.સી.બી. સહિતનો પોલીસ કાફલો વિવિધ સ્થળોએ લાગેલા CCTV કેમેરાનું નિરીક્ષણ હાથ ધર્યું હતું. તો બનાવને પગલે ભુજ બી/ડિવિઝન પોલીસે વિધિવત ગુનો નોંધવાની આગળની તપાસ હાથ ધરી છે.

પ્રકાશિત : નિતેશ ગોર : 9825842334

Related posts

ગજોડ – સુમિટોમો કંપનીમાં મેનેજમેન્ટની બેદરકારીના વિરોધ સામે ન્યાય મેળવવા માટે ધરણા કરાયા

Kutch Kanoon And Crime

બનાસકાંઠા : પાલનપુરમાં DILR કચેરીના બે સર્વેયર રૂ. 1 લાખની લાંચ લેતા ઝડપાયા…

Kutch Kanoon And Crime

અહેવાલનો અસર : સોના ચાંદી અને નકલી નોટોના રેકેટ ચલાવનાર ગેંગોને કડક ચેતવણી…

Kutch Kanoon And Crime

Leave a comment