Kutch Kanoon And Crime
Breaking NewsBhujGujaratKutch

પશ્ચિમ ક્ચ્છ પોલીસ અધિકારીઓ દ્વારા ભુજમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

ભુજ પશ્ચિમ ક્ચ્છ પોલીસ દ્વારા કોરોના વાયરસને રોકવા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે એક દિવસ અગાઉ બોર્ડર રેન્જ આઇ.જી.ના નેજા હેઠળ કોરોના જાગૃતિ પોલીસ રથને લીલી ઝંડી આપવામાં આવી હતી તો આજે ભુજમાં રવિવારની રજાના દિવસે ભુજ વાસીઓ કોરોના વાયરસને રોકવા કેવા તકેદારી પગલાં લઇ રહ્યા છે

તેનું નિરીક્ષણ કરવા આજે નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલ ભુજ તથા પી.આઈ., એમ.આર. બારોટ ભુજ એ/ડિવિઝન પોસ્ટેસન તેમજ સીટી ટ્રાફિક પી.એસ.આઇ., ઝાલા સાથે ભુજ શહેર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું જેમાં નાસ્તાની લારીઓ પર કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે માસ્ક તથા હેન્ડ ગ્લોઝ પહેરીને જ ગ્રાહકોને નાસ્તો આપવો તેવી કડક સૂચના આપવામાં આવી હતી ત્યાર બાદ ભુજના દરેક જાહેર સ્થળે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. તો ભુજ વાસીઓએ પશ્ચિમ ક્ચ્છ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી.

પ્રકાશિત – નિતેશ ગોર : 9825842334

Related posts

સફેદ રણ ફરવા આવેલા અને રિસોર્ટમાં નાઈટ હોલ્ટ કરનાર પ્રવાસીના ટેન્ટમાંથી લાખોની ચોરી

Kutch Kanoon And Crime

માંડવી હાઇવે પર ગમખ્વાર ત્રિપલ અકસ્માત : એક સાથે ત્રણ કારો અથડાઈ

Kutch Kanoon And Crime

લોકડાઉન દરમ્યાન પૂર્વ ક્ચ્છ અંજાર પોલીસની સુંદર કામગીરી

Leave a comment