(અંજાર ખાતે દિવાળીના સપરમા દિવસે અજાણી સ્ત્રી માટે લૂંટારા સામે લડતા ક્ષત્રિય યુવાનની હત્યા થઈ થયેલ)
દિવાળીના સપરમા દિવસે વરસામેડી વેલસ્પન (આદિપુર-ગાંધીધામ) રોડ પર ચોર એક દલિત બહેનનું પર્સ જુટવીને ભાગ્યા ત્યારે પુથ્વીરાજસિંહ ત્યાંથી પસાર થઇ રહ્યા હતા તે વખતે તેમની નજર સામે ચોર પર્સ ઝૂંટવી ભાગી રહ્યા હતા ત્યારે સ્ત્રીઓની રાડા રાડ સાંભળી ત્યાં ઉપસ્થિત ઘણા માણસો હોવા છત્તા પણ કોઈ એ હિંમત ન કરી ત્યારે ક્ષત્રિય યૌધ્ધાની જેમ રાણા પુથ્વીરાજસિંહ ઝાલાએ ક્ષત્રિય ધર્મની ભાવના બતાવી લૂટારાઓનો 4 કિલો મીટર પીછો કરીને લુટારાને તાબે કરી લીધા હતા અને મામલો વધુ બગડે નહીં તે માટે ફોન કરી મદદ બોલાવી રહ્યા હતા તે દરમિયાન લુટારાઓએ તેમની સાથે હાથા પાઇ શરૂ કરી દીધી અને હાથા પાઈ વચ્ચે ૧૬ થી ૧૭ છરીના ઘા પુથ્વીરાજસિંહને વાગી જતા તેઓનુ ઘટના સ્થળ પર મુત્યુ થયુ હતું. શાસ્ત્રો અને ઇતિહાસના પન્ના અગર ખોલીને ડોકિયું કરીયે તો ગૌ,બ્રામણ પ્રતીપાળ અને બહેન બેટી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ક્ષત્રિય સમાજનું ઇતિહાસના પન્ના ટૂંકા પડે એવા કિસ્સા ટાકયાં છે જેમાં હાલના સમયમાં પણ એક યોદ્ધાની જેમ પોતાનું બલિદાન આપી ક્ષાત્રવટને હમેશાં જીવંત રાખ્યું છે. એવાજ ખમીરવંતા યુવાન સ્વ. શ્રી રાણા પુથ્વીરાજસિહ ઝાલા હાલ આપણી વચ્ચે નથી રહ્યા પણ તેઓની આ બહાદુરી એક ઇતિહાસ રચ્યું છે હાલમાં આ ઘટના દરેક યુવાનો માટે ઉદાહરણરૂપ છે.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334