મતદાન કરવું એ આપણો રાષ્ટ્રીય અધિકાર અને ફરજ છે. મતદાન અવશ્ય કરવું જોઈએ જેથી કરીને પ્રજામાંથી ચૂંટાઈને સરકારમાં સત્તાપક્ષ કે વિપક્ષમાં જનાર પ્રતિનિધિ પ્રજાના પ્રશ્નોને યોગ્ય વાચા આપી શકે અને પ્રજાની સમસ્યાનું સમાધાન કરી શકે જેના માટે પ્રજામાંથી પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિ લોકતંત્રના મંદિર એવા લોકસભા કે વિધાનસભામાં બેસી શકે છે. હવે વાત કરીએ ચૂંટણીની તો દર પાંચ વર્ષે ચૂંટણી થતી હોય છે જેમાં કોઈ પાર્ટી અથવા તો અપક્ષ ઉમેદવાર આ ચૂંટણી લડવા પ્રજાના પ્રશ્ર્નોને સાચી વાચા આપવા કોઈ પણ રાજકિય પાર્ટી અથવા અપક્ષ ચૂંટણી લડવા ઉભા રહેતા હોય છે જેમાં પ્રજા આવા ઉમેદવારોને પોતાના કિમતી મત આપી સરકારમાં બેસાડતા હોય છે જેનાથી પ્રજાને એમ લાગે છે કે આ ઉમેદવાર પ્રજામાંથી ગયો છે અટલે પ્રજાની સમસ્યાઓ જાણે છે જેથી તે ચૂંટાયેલ પ્રતિનિધિ પ્રજાની સમસ્યા સારી રીતે સરકાર સમક્ષ મૂકી શકશે અને સમસ્યાનું નિરાકરણ પણ લાવી શકસે આવો એક વિશ્વાસ મતદારોને હોય છે પરંતુ મતદારોના આ વિશ્વાસને જીતનાર ઉમેદવાર દગો આપીને ફક્ત પોતાના અંગત સ્વાર્થ ખાતર પક્ષ પલટો કરે છે અને ફરી પાછી પેટા ચૂંટણીની નોબત આવે છે અને આ પેટા ચૂંટણીમાં સમય, પૈસા, અવિશ્વાસ બધુજ મતદારોને ભોગવવું પડે છે. હવે વાત મુદાની તો કોઈ પણ રાજકીય પક્ષ હોય આવી અચાનક પક્ષ પલટુઓના કારણે આવી પડેલ પેટા ચૂંટણીની ભાગ દોડમાં સરકારમાં બેઠેલા મંત્રીઓ કે વિપક્ષ પોત પોતાના પ્રતિનિધિને જીતાડવા મેદાને પ્રચાર માટે ઉતરે છે જેથી તેઓનો સમય પણ વેડફાય છે અને પ્રજાના અટકી ગયેલા કામો ફરી અટકી જાય છે ફરી પાછું મતદારોને જોર શોરથી લોલીપોપ આપવામાં આવે છે કે, અમારા પ્રતિનિધિ સારા છે પ્રજાનું કામ કરશે હવે મતદારોના મત વેડફાસે નહીં તેવું અદ્રશ્ય ચિત્રના રૂપમાં લોલીપોપ બતાવવામાં આવે છે જેથી દરેક રાજકીય પાર્ટીઓ પોત પોતાના પ્રતિનિધિ સાથે હજારો કાર્યકરોને કામે લગાડી દે છે અને મતદારો ફરી પાછા વિશ્વાસમાં આવી પોતાના પ્રતિનિધિને જીતાડી સરકારમાં પોતાનું અવાજ પહોંચાડવા મોકલે છે હવે આવા પ્રતિનિધિ જેઓ કોઈ પક્ષ કોઈ મતદારોના ન થાય એ હવે શુ કોઈના થવાના..? હવે આવા પ્રતિનિધિ ફક્ત બચેલા સમયનો ઉપયોગ કરી પોતે ચૂંટણી જીતવા કરેલા ખર્ચને પોતાના હોદાનો ઉપયોગ કે દુરુપયોગ કરી વસુલ કરે તેવી ચર્ચા આમ જનતામાં થતી હોય છે ત્યારે હવે મુખ્ય વાત ઉપર આવીએ તો જેમ જેમ સરકાર નવા નવા કાયદાઓ બનાવી રહી છે તેમ હવે ચૂંટણી લક્ષી એક નવો કાયદો બનાવે જેથી રાજકીય પક્ષો ચૂંટાયેલા પ્રતિનિધિઓના ખરીદ વેંચાણના ધંધા બંધ કરે અને મતદારોના મત પણ ન વેડફાય. જેમ કે કોઈ પણ પ્રતિનિધિ ધારાસભ્યની સીટ માટે અગર કોઈ પણ અપક્ષ કે કોઈ પાર્ટીમાંથી ટીકીટ લઇ મતદારો પાસે મત માંગવા જાય અને એ પ્રતિનિધિ અગર જીતી આવે અને ધારાસભ્ય બની જાય પછી અગર પોતાના કાર્યકાળના સમય દરમ્યાન કોઈ પણ પક્ષ કે પાર્ટીને દગો આપી પક્ષ પલટો કરી પ્રજા સાથે દગો કરે સાથે સાથે મતદારોને દગો આપે એવા પ્રતિનિધિ સામે રાષ્ટ્ર દ્રોહનો ગુનો દાખલ કરી જે પાર્ટીએ આ પ્રતિનિધિને ટિકિટ આપી હોય એ પાર્ટી સામે પણ એક ટર્મ માટે જેતે વિસ્તારમાં ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાડવું જોઈએ જેથી ખરીદનાર પાર્ટીની પણ આંખ ખુલે અને પોતાની જાતને વહેંચનાર પ્રતિનિધિ સામે 2 ટર્મ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ અને રાષ્ટ્ર ડ્રોહ પ્રમાણે કાયદેસરના પગલા લઈ તેની મિલકત જપ્તી કરવી, આવો એક કાયદો રાજકીય પાર્ટીઓ અગર બનાવે તો મતદારોના મત ન વેડફાય અને મતદારોની સમસ્યાનું જલ્દી સમાધાન થાય તેવું એક ભારતીય નાગરિક હોવાથી અને લોકશાહીનું ચોથું સ્થંભ હોવાથી અમારું એક સુચન છે. તેમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતની રાજનીતિમાં બદલાવ આવ્યો છે જેમાં દેશના કે રાજ્યના યુવાનોને રોજગારી કે નોકરી આપવાના બદલે યુવાધનને રાજકારણમાં ગુમરાહ કરીને ઘસડી જવાનો પ્રયાસ દેશની રાજનીતિ માટે પણ ખતરનાક છે અને દેશના ભવિષ્ય માટે પણ ખતરનાક સાબિત થઈ શકે રાજકારણમાં રહેલા નેતાઓ યુવાનો રોજગારીની બૂમ ન ઉપાડે તે માટે રાજકારણમાં ઘસડીને યુવાધનને ગુમરાહ કરી રહ્યા છે આ રાજનીતિ કોઈ કાળે સારી નથી.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334