બોર્ડર રેન્જના આઈ.જી. સુભાષ ત્રિવેદી, તેમજ પુર્વ ક્ચ્છ પોલીસ અધિક્ષક પરીક્ષિતા રાઠોડની સૂચનાથી જિલ્લામાં પ્રોહી જુગારની બદીને નેસ્ત નાબૂદ કરવા સુચના અપાતા એલ.સી.બી.ની ટીમ પ્રોહી જુગારના કેસો શોધવા પ્રયત્નશીલ હતી. તે દરમિયાન બાતમીના આધારે ભારાપર ગામની સીમમાં આવેલ બાવળોની ઝાડીઓમાં દારૂ 10,20,600/- નો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કંડલા મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ. બીજી બાજુ આ દરોડા સમયે આરોપી મળી આવેલ નથી તો ટ્રક નંબર આર.જે ૧૯ જીએ ૫૨૪૬ વાડિનો ચાલક મળી આવેલ નથી. ત્યારે આ ભારતીય બનાવટના વિદેશી દારૂની 750 એમ.એલ.ની બોટલો નંગ 2916 જેની કિંમત 10,20,600/- તેમજ લાકડાના ભુસામાંથી બનાવેલ ટુકડા કિંમત 45,000/- મળી આવેલ તો ટ્રક કિંમતી રૂપિયા 10,00,000/- સાથે આ મુદામાલ 20,65,600/- નો આંકવામાં આવે છે. આ કામગીરીમાં એમ.એસ. રાણા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી તથા એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે જોડાયેલો હતા.
અહેવાલ : દિનેશ જોગી અંજાર
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334