Kutch Kanoon And Crime
KutchSpecial Story

જી.કે.માં હાડકાની તિરાડને સાંધતું અનુભવનું પ્લાસ્ટર : હોસ્પિટલના પ્લાસ્ટર-ડ્રેસર ૪ કલાકમાં ૧૦૦ જેટલા ડ્રેસિંગ કરવાની કુશળતા ધરાવે છે

સમગ્ર તબીબી જગત કૌશલ્યથી ભરપુર છે. ડોક્ટરમાં નિદાનની કુશળતા હોય તો સફળતા મળે. દર્દીને સ્નેહલેપ આપવાની નર્સની ભુમિકા તો જાણીતી છે. સર્જનમાં શસ્ત્રક્રિયાની દક્ષતા હોય તો દર્દીની આસ્થા બેસે. આવું જ મેડિકલ ક્ષેત્રે પાયાનું પણ અગત્યનું કામ પ્લાસ્ટર ડ્રેસરનું છે. આ એક એવો કસબ (skill) છે, જે અનુભવ માંગી લે છે. ડ્રેસર, ભાંગેલા હાડકાના અંગ ઉપર સફળતાથી અને સહજતાથી પ્લાસ્ટર ડ્રેસિંગ કરી દર્દી અને ડોકટરનો વિશ્વાસ સંપાદન કરે છે. અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલનાં ઓપીડી પરિસરમાં ચાલતા હાડકાના વિભાગમાં નાના-મોટા અકસ્માતથી કે પડી-આખડી જવાથી હાડકા ભાંગી જવાના(ફ્રેક્ચર્સ) દર્દીઓ આવે છે. જો ફ્રેકચર્સમાં તાત્કાલિક ઓપરેશન કરવાનું ન હોય તો હાડકાનાં દર્દ પ્રમાણે ડ્રેસિંગ, સ્ટીચ, સ્લેબ અથવા તો પ્લાસ્ટર કરવું પડે છે. અને એ કામ જી.કે.માં રાજ ગોસ્વામી નામના ડ્રેસર અનુભવ અને કૌશલ્યનાં આધારે ફટાફટ કરે છે. હોસ્પિટલનાં હાડકા વિભાગના વડા અને પ્રો.ડો ઋષિ સોલંકીના જણાવ્યા મુજબ અત્યારે કોરોના કાળમાં હાડકા ભાંગવાનાં કે તિરાડ પડી જવાના ઓછા કેસ આવે છે. પરંતુ, સામાન્ય સંજોગોમાં આનું પ્રમાણ વધુ હોય ત્યારે આ વિભાગના ડ્રેસર રાજ ગોસ્વામી હાડકાના તબીબનાં માર્ગદર્શન હેઠળ રોજના ૧૦૦ જેટલા પ્લાસ્ટર ડ્રેસિંગ કરવાની કુશળતા ધરાવે છે. હા, ક્યારેક અત્યંત જટિલ કેસમાં ન સમજાય તો ડો. ની મદદ જરૂર લે છે. અને ડો. પણ અટપટા ડ્રેસિંગ જાતે શીખવાડે છે.
જી.કે.માં પ્લાસ્ટર ડ્રેસર રાજ ગોસ્વામી છેલ્લા ૪ વર્ષથી ડ્રેસિંગનું કામ કરે છે. અગાઉ હાડકાની ખાનગી હોસ્પિટલમાં કામ કર્યું હોવાથી અનુભવનું ભાથું છે. અનુભવને કારણે જ માત્ર ચાર કલાકમાં ૧૦૦ જેટલા નાના મોટા પ્લાસ્ટર ડ્રેસિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. દર્દીને વધુ પીડા હોય તો વિવેકબુદ્ધિ વાપરીને કામ પણ કરી જાણે છે. આ કાર્યમાં તેમની નિપુણતા એવી છે કે, છેલ્લા ચાર વર્ષમાં તેમની ડ્રેસિંગ સામે ડો. કે દર્દીની કોઈ ફરિયાદ નથી આવી.
રાજ ગોસ્વામીના જણાવ્યા મુજબ અનુભવને કારણે ઝડપ આવી છે, દર્દીના હાથપગની કે અન્ય અંગના માપ પ્રમાણે પ્લાસ્ટર તૈયાર કરવાનું હોય છે. ત્રણથી ચાર મિનીટ કાસ્ટ તૈયાર કરતા લાગે છે. ડ્રેસિંગ પણ એવું હોવું જોઈએ કે, ટકવું જોઈએ. ટકે તો જ રીકવરી આવે અને હાડકાનું પુન; સ્થાપન થાય અથવા તો હાડકામાં પડેલી તિરાડ સંધાય. ગોસ્વામીએ વધુમાં ઉમેર્યું હતું કે, બાળપણથી જ મેડિકલ ક્ષેત્રમાં પોતે રસ ધરાવતા હોવાથી આ કાર્ય સ્વીકાર્યું છે. જી.કે.માં વધુ કેસ આવતા હોવાથી અનુભવ પણ વધુ મળે છે

નિતેશ ગોર – 9825842334

Related posts

કચ્છમાં જ્યાં કોમી એકતાને તોડવાની દરોજ વાતો વાયરલ થઈ રહી છે ત્યાં વધુ એક કોમી એકતાની ઉદાહરરૂપ ઘટના

અબડાસાના વાયોર ગામે પણ વિરોધ જોવા મળ્યો

Kutch Kanoon And Crime

કંડલામાં તૈનાત SRP મરીન કમાન્ડોએ આત્મઘાતી પગલું ભરી લેતા ચકચાર

Kutch Kanoon And Crime

Leave a comment