Kutch Kanoon And Crime
CrimeGujaratKutchRapar

રાપરના હમીરપર ગામે જૂથ અથડામણમાં 5 જણાની ઘાતકી હત્યા

જિલ્લાના રાપર તાલુકાના હમીરપર ગામે બપોરે ભાગે ખેલાયેલાં હિંસક ધિંગાણામાં એકસાથે 5 યુવકોની હત્યા થઈ જતાં કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ભારે હડકંપ મચી ગયો છે. પૂર્વ કચ્છના પોલીસ વડા પરીક્ષિતા રાઠોડે જણાવ્યું કે, હિંસક ધિંગાણામાં 5 જણાની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે. આ ધીંગાણામાં દેશી બંદુકથી ફાયરીંગ થયું હોવાની પણ પોલીસે આશંકા વ્યક્ત કરી છે. તો બે સમાજના લોકો તિક્ષણ હથિયારો સાથે આમને-સામને આવી ગયાં હતા. આ અથડામણમાં એક યુવક ગંભીર રીતે ઘવાયો છે. મરનાર એક જ સમાજના હોવાની આશંકા છે. બનાવ અંગે ઊચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયાં અને હાલ તપાસ ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ રાપર તાલુકાના હમીરપર ગામે છેલ્લા ઘણા સમયથી કોળી અને રાજપુત સમાજના જૂથ વચ્ચે માથાકુટ થતી રહી હતી જેનું સમાધાન પણ થઇ ગયુ હતું. ત્યારબાદ આજે અચાનક કોઇ કારણસર આ બંને જૂથ વચ્ચે હથિયારો ઉપડ્યા હતા. જેમાં એકસાથે 5 વ્યકિતના મોત થઈ જતા ખળભળાટ મચી ગયો છે. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો વધુ વિગતો મળતા વિસ્તારના અખા જેસંગ, લાલજી અખા, અમારા જેસંગ, અને પેથા અખાનો બનેવીનો સમાવેશ થાય છે. આ નામાવલી ત્યાંના રહેવાસીઓ દ્વારા આપવામાં આવેલ છે. નોંધનીય છે કે મોટી હમીરપર ગામે બનેલી આ હત્યાની ઘટનાએ ડોઢ દાયકા પહેલા સુરબાવાંઢ ગામે બનેલી ગઢવી અને કોળી સમાજ વચ્ચે ખેલાયેલા ધીંગાણામાં નવ જણાની હત્યાની ઘટનાની યાદ અપાવી છે. કોરોના મહામારી વચ્ચે બનેલી આ ઘટનાએ કચ્છભરમાં હાહાકાર મચાવી દીધો છે.

નિતેશ ગોર – 9825842334

દિનેશ જોગી પૂર્વ ક્ચ્છ

Related posts

વાહ રે… પેટા ચૂંટણી.. હવે તો કાર્યકરોના લેંગા-ઝબ્બા ખૂટવા મંડ્યા પણ નેતાઓનો પ્રચાર નો ખુટયો…

Kutch Kanoon And Crime

કચ્છ : સ્ટ્રીટ લાઈટો બંધ કરી અંધારપટ વિરોધ કરાશે

Kutch Kanoon And Crime

બાલરક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર દ્વારા કુરુક્ષેત્ર બાદ કચ્છમાં પણ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ અને એવોર્ડ શેરમનીનું સફળ આયોજન

Kutch Kanoon And Crime

Leave a comment