Kutch Kanoon And Crime
GujaratKutch

હાસ… આખરે કચ્છ જિલ્લો કોરોના મુક્ત બનવા જઇ રહ્યો છે

આજ રોજ કોરોના પોઝિટિવ લખપતની રહિમાબેન જત નામની મહિલાને પણ રજા અપાઇ ગઈ છે. કચ્છમાં સૌ પ્રથમ કોરોના પોઝિટિવ તરીકે જાહેર થયેલ મહિલા આખરે કોરોના વાયરસ સામેની જંગ જીતી ગઈ હતી આ મહિલાને ૬૦ દિવસની સારવારના અંતે આખરે આજરોજ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાંથી રજા આપી ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણીએ ડો. દીપ ઠક્કરના મોબાઈલ પર ફોન મારફત વાત કરીને શુભેચ્છા પાઠવી હતી અને મહિલાના ખબર અંતર પૂછ્યા હતા. આ સાથે જ કચ્છ જિલ્લો લગભગ કોરોના મુક્ત થવાની અણી પર પહોંચી ગયો છે અને કોરોના મુક્ત કરવા માટે જિલ્લાની જી.કે. જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ, આરોગ્ય તંત્ર અને હોસ્પિટલના તબીબો તથા સ્ટાફ વગેરે તનતોડ મહેનત કરી હતી જઓને મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી હતી. હવે કચ્છ જિલ્લો કોરોના મુક્ત તરફ જઈ રહ્યો છે જેનો શ્રેય હોસ્પિટલના તબીબો અને સ્ટાફને આપી શકાય આ સાથે જ કચ્છી નગર જનો કોરોના મુક્ત થાય છે તો આગામી સમયમાં આ જિલ્લાને લોકડાઉનમાં લગભગ રાહત મળી શકે છે કેમ કે કચ્છ જિલ્લાને કોરોના મુક્ત કરવામાં આ જિલ્લાનું આરોગ્ય તંત્ર, પોલીસ કર્મચારીઓ અને જે આ કપરા સમયમાં તંત્ર સાથે ખળા પગે ઉભા છે તેઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે કેમ આગામી સમયમાં કચ્છમાં ફરી પાછું કોરોનાનો પ્રવેશ ના થાય તે માટે જિલ્લાની જનતાએ પણ સોશિયલ ડિસ્ટન્સીનું પાલન કરવું પડસે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરનાર માર્ગદર્શિકાનું ચુસ્ત રીતે પાલન કરવું પડશે અને એ રીતે લોકોએ પણ કોરોનાને મહાત કરવા સહયોગ આપવો પડશે.

 

મો : 9825842334

Related posts

ભુજના હંગામી આવાસમાંથી શંકાસ્પદ હાલતમાં યુવાનનો લટકતો મૃતદેહ મળ્યો : હત્યાની આશંકા

અંજારમાં જગા રબારી દ્વારા કરાયેલ ગેરકાયદેસર બાંધકામ પર દાદાનો બુલડોઝર ફર્યું…

દાઉદ ઈબ્રાહીમ J.I.C.’માંથી ભાગી ગયા બાદ આર્મી કેમ્પસમાંથી પકડાયો

Leave a comment