Kutch Kanoon And Crime
CrimeGujaratIndiaKutchMundra

મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનના ગુનાના ફરાર બંને આરોપીને ગણતરીના સમયમમાં પકડી પડાયો

(સમીર ગોર મુન્દ્રા દ્વારા)
ગઇ કાલે તા.૧3/૦૪/૨૦૨૦ના રોજ મુંદરા તાલુકાના હટડી ગામે પોલીસને દારૂની બાતમી કેમ આપે છે. તેમ કહી આરોપીઓ ગામના સભ્યોથી મારામારી કરી નાસી ગયેલ જેમાં ભોગ બનનાર ફરીયાદી નરેન્દ્રસિંહ હોશિયારસિંહ જાર્ડેજાને માથાના ભાગે કુહાડીં વડે ગંભીર-પ્રકારની ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવતાં મુંદરા મરીન પો.સ્ટે.માં ગુનો દાખલ થયેલ બાદ આ ગુનામાં પોલીસ પકડથી ભાગતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ આજ-રોજ પોલીસ મહાનિરીક્ષકશ્રી સુભાષ ત્રિવેદી સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબિયા, પશ્ચિમ કરછ-ભુજનાઓની સુચના અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ ભુજ વિભાગના માર્ગદર્શન તથા પ્રો.નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.ટી.ગોહીલ, ભુજના સુપરવિઝન હેઠળ આરોપીઓને શોધી કાઢવા સારૂ ચક્રો ગતિમાન કરવામાં આવેલ દરમ્યાન ગઇકાલ રાત્રીથી ટીમ બનાવી સતત શોધખોળના અંતે આજરોજ મળેલ ખાનગી બાતમીના આધારે લુણી ગામના ત્રણ રસ્તા પાસેથી બંને આરોપીઓ (૧) અશોક હરજી પારાધી તથા (૨) સંજય સુરેશભાઇ પારાધી રહે. બંને હટડી તા.મુંદરા વાળાઓને દબોચી લઇ ઝડપી પાડેલ અને તેઓની અટક કરી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

નિતેશ ગોર – 9825842334

Related posts

શ્રી ભુજ લોહાણા મહાજન સંચાલિત શ્રી ભુજ લોહાણા મહિલા મંડળ દ્વારા સ્વતંત્રતા દિવસ તથા જન્માષ્ટમી પર્વ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું…

Kutch Kanoon And Crime

ભુજમાં અનેક વેપારીઓને 2000 રૂપિયાની નકલી નોટ પધરાવનાર શુવ્યવસ્થિત કપલ રેલવે સ્ટેશનેથી ઝડપાઇ ગયું

Kutch Kanoon And Crime

માજી ધારાસભ્ય જ્યંતી ભાનુશાલીની હત્યાના મુખ્ય સાક્ષી ગાંધીધામના પવન મોરેની રેકી કરવાના કેસમાં તમામેં તમામ નિર્દોષ જાહેર

Kutch Kanoon And Crime

Leave a comment