Kutch Kanoon And Crime
GujaratKutchSpecial Story

કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળની સામાન્ય સભા યોજાઈ : કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ હવે બન્યું ડિજિટલ…

મંડળના પ્રમુખશ્રી નિર્મળસિંહ જાડેજા દ્વારા મંડળના સત્તાવાર ડિજિટલ પોર્ટલનું લોન્ચિંગ…

કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ દ્વારા તા. 16/08/2026ના રોજ રેજન્ટા હોટલ, ભુજ ખાતે મંડળની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કારોબારી સભ્યો અને બહોળી સંખ્યામાં મંડળના સભાસદો હાજર રહ્યા હતા. મંડળના પ્રમુખ નિર્મળસિંહ જગુભા જાડેજાએ જણાવ્યું હતું કે, મંડળ દ્વારા વર્ષમાં બે વખત સામાન્ય સભાનું આયોજન કરવામાં આવે છે. આજની સામાન્ય સભામાં નવા કારોબારી સભ્યોની નિમણૂક, વર્ગ-3માંથી વર્ગ-2માં પ્રમોશન મેળવેલા કર્મચારીઓનું સન્માન, મંડળની સભ્ય ફી, મંડળના આગામી કાર્યક્રમોના આયોજન તેમજ અગાઉ યોજાયેલા કાર્યક્રમોના ખર્ચના હિસાબો સહિતના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરીને સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મંડળની કારોબારી ટીમના સભ્ય યુવરાજસિંહ લીંબડ દ્વારા તૈયાર કરવામાં આવેલી મંડળની વેબસાઇટનું લોન્ચિંગ મંડળના પ્રમુખ નિર્મળસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ તમામ માટે યાદગાર, ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ બની રહ્યો હતો. સંભવિત રીતે કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ સરકારી કર્મચારીઓનું પ્રથમ એવું મંડળ બન્યું છે, જેની પોતાની અલગ વેબસાઇટ છે. આગામી સમયમાં આ વેબસાઇટ કર્મચારીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેમજ મંડળને આધુનિક અને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મંડળની વેબસાઇટ બનાવનાર યુવરાજસિંહ લીંબડે જણાવ્યું હતું કે, આધુનિક સમયમાં ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા કર્મચારીઓને ફરજ દરમિયાન ઉપયોગી સામગ્રી માત્ર એક ક્લિકથી મળી રહે તેવા ઉમદા વિચાર સાથે kutchpanchayatvarg3.in નામની વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે. આ વેબસાઇટ પર મંડળના તમામ સભ્યોની માહિતી, સરકારશ્રીના વિવિધ વિભાગોના કર્મચારીઓને ઉપયોગી ઠરાવો અને પરિપત્રો, ખાતાકીય પરીક્ષા માટે ઉપયોગી પુસ્તકો અને જૂના પ્રશ્નપત્રો, મંડળના કાર્યક્રમો તેમજ કામગીરી સંબંધિત સમાચારો સહિતની અનેક ઉપયોગી માહિતી એક જ પ્લેટફોર્મ પર સરળતાથી ઉપલબ્ધ થશે, જે કર્મચારીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

Related posts

હેલ્થકેર સમિટમાં અદાણી ફાઉ. પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

Kutch Kanoon And Crime

રાપરના ગાગોદર હાઇવે પર SMCનો મેગા દરોડો : રૂ. 78.57 લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલું ટ્રેલર ઝડપાયું…

માંડવીમાં કોરોના રસીકરણ અભિયાન સહાયતા કેન્દ્ર કેમ્પનું આયોજન કરાયું

Leave a comment