Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutch

શેડાતા અને ભારાપરની સીમમાં SMC દ્વારા જુગાર ક્લબ પર દરોડાના પગલે માનકુવા PI, ઉપરાંત કેરા OP, ના ASI સહિત ત્રણને સસ્પેન્ડ કરાયા…

ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમ દ્વારા ભુજ તાલુકાના સેડાતા અને ભારાપરની સીમા રમાઈ રહેલ હાઈ પ્રોફાઈલ જુગાર કલબ પર દરોડાના પગલે કચ્છ બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ SP વિકાસ સુંડા દ્વારા તાત્કાલિક આ ગંભીર બેદરકારી મામલે માનકુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપ ગઢવીને ફરજમાં બેદરકારી સંદર્ભે સસ્પેન્ડ કરાયા બાદ ગણતરીના કલાકોમાં કેરા આઉટ પોસ્ટના જવાબદાર ASI જયંતિ મહેશ્વરી તેમજ ડી-સ્ટાફના ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાણાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાતા પોલીસબેડામાંમાં ચકચાર મચી ગઈ છે. લાંબા સમય બાદ કચ્છમાં SMC,ના દરોડા અનુસંધાને સ્થાનિક પોલીસ પર ગાજ ઉતરી હોય એવી આ ઘટના બની છે. બીજી તરફ મુન્દ્રા ખાતે ડીઝલ ચોરીના ખૂબ મોટા કૌભાંડનો પણ SMC’એ પર્દાફાસ કર્યો છે ત્યારે આ પર્દાફાસ કર્યા બાદ આગળ શું પગલાં લેવાય છે તેની તરફ સૌની મીટ મંડાઈ છે.

પ્રકાશિત – નીતેશ ગોર ભુજ

Related posts

ભુજમાં વૃદ્ધા પાસેથી લૂંટને અંજામ આપનાર પડોશી દંપતી સહિત ત્રણ પકડાયા

અંજાર પોલીસ દ્વારા પ્રજા જાગૃતિ માટે 200થી વધુ માસ્ક વિતરણ કરાયા

Kutch Kanoon And Crime

કચ્છમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કડક કાર્યવાહી: ૧૮ હોટલ-રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ, વાસી ગ્રેવી અને ફેટ સ્પ્રેડ સહિતનો મોટો જથ્થો સ્થળ પર જ નાશ કરાયો…

Kutch Kanoon And Crime

Leave a comment