Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutch

સગીર દીકરીને આત્મહત્યા કરવા મજબૂર કરનાર નરાધમ પિતાને જનમટીપ : ભુજ પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો…

આજીવન સખ્ત કેદ, રૂપિયા 1 લાખનો દંડ અને માતાને રૂપિયા 5 લાખ વળતર ચૂકવવાનો હુકમ…

કચ્છમાં ભારે ચકચાર મચાવનારા સગીર દીકરીને આત્મહત્યા કરવા મજબૂર કરવાના કેસમાં ભુજની પોક્સો કોર્ટે આરોપી પિતાને આજીવન સખ્ત કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવાની સાથે મૃતકની માતાને પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને પણ આદેશ કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 20 સપ્ટેમ્બર 2021ના રોજ માંડવી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદે સમગ્ર કચ્છમાં ભારે ચર્ચા જગાવી હતી. આરોપી 47 વર્ષીય કમલેશ પરસોત્તમ કષ્ટાવાલા કામધંધા માટે ઓમાનમાં રહેતો હતો અને રજા દરમિયાન માંડવી સ્થિત પોતાના ઘરે આવતો-જતો રહેતો હતો. આરોપી પોતાની જ સગીર દીકરી સાથે અશોભનીય વર્તન કરતો હતો. ઓમાનમાં રહેતા દરમિયાન વીડિયો કોલ કરીને દીકરી સામે બિભત્સ ટિપ્પણીઓ કરતો અને માનસિક ત્રાસ પહોંચાડતો હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું. પિતાની ગંદી હરકતોથી કંટાળીને 17 વર્ષની સગીરાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. શરૂઆતમાં માંડવી પોલીસ દ્વારા ભારતીય દંડ સંહિતાની કલમ 306 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે, ટ્રાયલ દરમિયાન મૃતક સગીર વયની હોવાનું સ્પષ્ટ થતાં કેસને કલમ 305 હેઠળ ચલાવવામાં આવ્યો હતો. ભુજ પોક્સો કોર્ટના સ્પેશિયલ જજ જે. એ. ઠક્કરે 17 દસ્તાવેજી પુરાવા અને 10 સાક્ષીઓના આધારે આરોપીને દોષી ઠેરવ્યો હતો. કોર્ટે કલમ 305 હેઠળ આજીવન સખ્ત કેદ અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત, પોક્સો એક્ટની કલમ 12 હેઠળ ત્રણ વર્ષની સખ્ત કેદ અને પાંચ હજાર રૂપિયાના દંડની પણ સજા સંભળાવી હતી. આ કેસની તપાસ માંડવીના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર આર. સી. ગોહિલે કરી હતી, જ્યારે સરકાર પક્ષ તરફથી મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ. બી. જાડેજાએ દલીલો રજૂ કરી હતી.

Related posts

નલિયા – તેરા માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત : એક ઘાયલ

અદાણી ટ્રાન્સમિશને પશ્ચિમ બંગાળમાં 1300 કરોડની એન્ટરપ્રાઇઝ મૂલ્યથી કલ્પતરૂ પાવર ટ્રાન્સમિશન પાસેથી અલીપુરદુઆાર ટ્રાન્સમિશન હસ્તગત કરી

Kutch Kanoon And Crime

ભુજ નજીકના માધાપર ગામે જ્વેલર્સની દુકાનમાં લૂંટનો નાકામ પ્રયાસ

Leave a comment