Kutch Kanoon And Crime
AnjarBreaking NewsCrimeGujaratKutch

અંજારના વરસામેડીમાં શરમજનક કિસ્સો : ૧૪ વર્ષની પુત્રી સાથે પિતાએ દુષ્કર્મ આચર્યાનો આરોપ…

માતાની પણ કથિત સંડોવણી, માતાએ સગીર પીડિતા દીકરી નગ્ન તસવીરો લેવાનો આરોપ ; પોલીસે માતા-પિતાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે…

અંજાર તાલુકાના વરસામેડી સીમ વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને ચકચારી બનાવ સામે આવ્યો છે. ૧૪ વર્ષની સગીર પુત્રી સાથે તેના જ પિતાએ દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. આ ગંભીર બનાવમાં માતાની પણ કથિત સંડોવણી હોવાનું પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસના જણાવ્યા મુજબ, સગીર યુવતી તેના મિત્ર સાથે વાતચીત કરતી હોવાની બાબતે આરોપી પિતાએ તેને ત્રણ દિવસ સુધી ગોંધી રાખી હતી અને તેની સાથે વારંવાર માથાકૂટ કરી હતી. આક્ષેપ મુજબ, આરોપી પિતાએ સગીરાના વસ્ત્રો ઉતારી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આ સમયે તેની માતા પણ હાજર હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, આરોપી માતાએ સગીરાની નગ્ન તસવીરો પણ લીધી હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. બનાવ અંગેની ફરિયાદ મુજબ, તા. ૧૪ સપ્ટેમ્બરથી તા. ૨ ઓક્ટોબર દરમિયાન અલગ-અલગ સમયે આ સમગ્ર ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી અને સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે સગીરાની ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને ઝડપી લીધા છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી પૂર્વ કચ્છ

Related posts

ખરે ખર પાકિસ્તાની પ્રેમીકાને પામવા એક એન્જીનીયરીંગનો છાત્ર મુંબઇથી બાઇક લઈ ક્ચ્છના રણમાં ઘૂસ્યો કે પછી..?

પૂર્વ કચ્છમાં નકલી પી.આઈ. બની ફરતો શખ્સ અસલી પોલીસ પુત્રના હાથે ચડ્યો

Kutch Kanoon And Crime

પૂર્વ ક્ચ્છમાં ચોરીની શંકામાં અટકાયત કરાયેલ યુવાને પોલીસ સ્ટેશનની છત પરથી પડતું મૂક્યું

Kutch Kanoon And Crime

Leave a comment